AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નાસિકના સાપુતારામાં સામે આવ્યા લેન્ડસ્લાઈડના ભયાનક દૃશ્યો, જીવ બચાવવા લોકો ભાગ્યા, જુઓ Exclusive Video

નાસિકના સાપુતારામાં સામે આવ્યા લેન્ડસ્લાઈડના ભયાનક દૃશ્યો, જીવ બચાવવા લોકો ભાગ્યા, જુઓ Exclusive Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 12, 2022 | 7:34 PM
Share

ભારે વરસાદ (Heavy Rain) વચ્ચે નાસિકના સાપુતારામાં લેન્ડસ્લાઈડની દુર્ઘટના સર્જાઈ. આ ઘટના બાદ લોકો માંડ માંડ જીવ બચાવી ભાગતા જોવા મળ્યા હતા. જોકે સદ્દનસીબે હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી.

ભારે વરસાદને પગલે નાસિક (Nashik)ના સાપુતારા માં(Saputara) લેન્ડસ્લાઈડ  થતા ભાગ દોડ મચી ગઈ છે. જાણવા મળ્યા મુજબ પહાડ તૂટતા લેન્ડસ્લાઈડ થઈ હતી અને ભૂસ્ખલન થતા જ માટીનો એક મોટો હિસ્સો નીચેની તરફ આવ્યો હતો. એક મોટો હિસ્સો ભારે વરસાદને કારણે જળમગ્ન બન્યો છે. ત્યારે ભૂસ્ખલન થતા પહાડ સાથે જોડાયેલા માર્ગો પણ ઠપ્પ થઈ ગયા છે. આ ઘટના બાદ લોકો માંડ માંડ જીવ બચાવી ભાગતા જોવા મળ્યા હતા. જોકે સદ્દનસીબે હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી. જિલ્લા પ્રશાસને જાહેર કરેલા આંકડા અનુસાર ભારે વરસાદને પગલે તમામ બંધોમાં કુલ 29 હજાર 970 લાખ ઘન ફુટ પાણી છે. જો તેની ક્ષમતાને જોતા 46 ટકા છે અને નાની નદીઓ ભયજનક સપાટી વટાવી દીધી છે અને ઓવરફ્લો થતા પૂરની સ્થિતિ સર્જાઈ છે.

દૃશ્યોમાં જોઈ શકાય છે કેટલી ભયાનક અને ડરામણા દૃશ્યો છે. નાસિકના સાપુતારા (Saputara)માં સતત વરસી રહેલા વરસાદને કારણે પહાડોમાં ભૂસ્ખલન થઈ રહ્યુ છે. ઘડીના છઠ્ઠા ભાગમાં મહાકાય પહાડ ધડાધડ નીચે પડવા લાગ્યો હતો. લોકો કંઈ વિચારે એ પહેલા એક મોટો હિસ્સો કડડભૂસ કરતો તૂટી પડ્યો હતો, ત્યારે જીવ બચાવવા માટે લોકો ભાગવા લાગ્યા હતા. જો કે સારી બાબત એ રહી કે એ સમયે પહાડ આજુબાજુ કોઈ વ્યક્તિ હાજર ન હોવાથી જાનહાનિ થઈ નથી.

પહાડનો સમગ્ર કાટમાળ એકાએક રોડ પર આવી જતા રોડ પર વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો છે. આ દૃશ્યોમાં એકાએક પહાડ તૂટતો અને મોટી મોટી શીલાઓ કાગળના મહેલની જેમ નીચે આવી રહી છે. મોટા મોટા વૃક્ષો પણ સેકન્ડોમાં જમીનદોસ્ત થઈને કાટમાળની સાથે નીચે પડ્યા. તંત્ર દ્વારા લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરાઈ હતી.

g clip-path="url(#clip0_868_265)">