Scam 1992: અભિનેતા પ્રતિક ગાંધીએ TV9 સાથેની ખાસ વાતચીતમાં શેર કર્યા આ સિક્રેટ્સ, જુઓ VIDEO

Scam 1992: પ્રતિક ગાંધીએ સ્વપને પણ નહોતું વિચાર્યુ કે તેમના ખાતામાં "Scam 1992"ના માધ્યમે એક પછી એક નવા માઈલસ્ટોન રેકોર્ડ થશે.

“ઓલ્ડ સ્કૂલ હો યા ન્યૂ સ્કૂલ, સબકે સિલેબસ મેં એક સબજેક્ટ કોમન હોતા હૈ- Profit, ઔર વો મેરા ફેવરેટ સબજેક્ટ હૈ.” Scam 1992 webseriesના આ લોકપ્રિય ડાયલોગની જેમ જ હવે પ્રતિક ગાંધી (Pratik Gandhi) પણ દુનિયાભરમાં દર્શકોના ફેવરેટ બની ગયા છે. મૂળ સૂરતના એવા પ્રતિક ગાંધીએ દુનિયાભરમાં લોકોને પોતાના અભિનયના દિવાના કરી દીધા છે.

 

 

પ્રતિક ગાંધીએ સ્વપને પણ નહોતું વિચાર્યુ કે તેમના ખાતામાં “Scam 1992″ના માધ્યમે એક પછી એક નવા માઈલસ્ટોન રેકોર્ડ થશે. 2020માં OTT પ્લેટફોર્મ પર રીલિઝ થયેલી webseries “Scam 1992″ની સફળતાથી પ્રતિક દિવસેને દિવસે લોકપ્રિયતાની નવી સિદ્ધિઓ હાંસલ કરી રહ્યા છે. હાલમાંજ IMDBની (Internet Movie Database) ટોપ 250 લિસ્ટમાં એકમાત્ર Highest Rated Indian webseries “Scam 1992″નું નામ સામેલ થયું છે. આ સાથે જ દિવસેને દિવસે દુનિયાભરમાં આ webseriesની લોકપ્રિયતા વધતી જઈ રહી છે.

 

‘Scam 1992’ વેબસિરીઝ પ્રતિકના કરિયર માટે મોટું બ્રેક થ્રુ સાબિત થઈ અને આની સફળતા બાદ આખરે કઈ રીતે બદલાઈ પ્રતિકની જીંદગીએ વિશે ટીવી9 સાથે તેઓએ કરી ખાસ વાતચીત. આ વેબ સિરીઝ પુસ્તક ધ સ્કેમ પરથી બનાવાઈ છે, જેના નિર્દેશક છે હંસલ મેહતા. આની સ્ટોરી શેરબ્રોકર હર્ષદ મહેતા દ્વારા કરાયેલા 1992ના કુખ્યાત ભારતીય શેર બજારના કૌભાંડ પર આધારિત છે.

 

 

TV9 સાથે વાત કરતા પ્રતિકે કહ્યું કે આ પાત્ર સાથે પૂરે-પૂરો ન્યાય કરવાની પાછળ સૌથી મોટો પ્લસ- પોઈન્ટ છે કે તે ગુજરાતી છે. તેની રજૂઆત પછી  Scam 1992એ ચાહકો અને વિવેચકો તમામના દિલ જીતી લીધા. Scam 1992ને IMDB (Internet Movie Database) પર 10માંથી 9.6-સ્ટારની અદભૂત રેટિંગ હાંસલ કરી છે. આથી international platformની આદરણીય યાદીમાં પર એકમાત્ર ભારતીય શોના માધ્યમે મનોરંજન ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતા તેમને અતિશય આનંદની લાગણી થાય છે.

 

 

Scam 1992ના સેટ પર માણી ભરપૂર મજા

ટીવી9 સાથે વાત કરતા પ્રતિકે જણાવ્યું કે હર્ષદ મહેતા સાથે કામ કરવાનો તેમનો અનુભવ અદ્ભુત રહ્યો. શુટિંગ વખતે સેટ પર તમામ કલાકાર પોતાના ઘરેથી ટિફિન લાવતા હતા અને બધા સાથે જમતા હતા. આટલું જ નહીં, નિર્દેશક હંસલ મેહતા તો તેમના ઘરેથી પોતે ખાવાનું બનાવીને લાવતા હતા. શુટિંગ વખતે કે પછી પ્રતિકે કોઈ વાર સ્વપને પણ નહોતું વિચાર્યું કે આ વેબસીરિઝને દુનિયાભરમાં અઢળક પ્રેમ મળશે અને તેમને એક નવી ઓળખ મળશે.

 

વજન ઘટાડવા કરતા વજન વધારવામાં પ્રતિક કે કરી બેજોડ મહેનત

Scam 1992માં હર્ષદ મહેતાની ભૂમિકા માટે પ્રતિકને ખૂબ વધારે વજન વધારાવાની  જરૂર હતી. સામાન્ય રીતે સ્લિમ અને ફિટ રહેતા પ્રતિકે આમાં ભરાવદાર અને વજનદાર શરીર વાળા stock-brokerની છબી દર્શાવવાની ડિમાંડ હતી. ટીવી9 સાથે ખાસ વાતચીતમાં પ્રતિકે જણાવ્યું કે તેમને આ વેબસીરિઝ માટે હર્ષદ મહેતાના પાત્રમાં દેખાવવા માટે લગભગ 9-10 મહિનાનો સમય લાગ્યો.

 

જોકે શુટિંગ બાદ તેઓએ ફરી fat to fit થવાનું હતું. એમ તો આ ખુબ જ મોટો પડકાર હતો પણ તેમને આ કરી બતાવ્યું માત્ર 60 દિવસમાં. આ માટે તેમને આમિર ખાન અને રિતિક રોશનના fat-to-fit ટ્રાંસ્ફોર્મેશનના વીડિયો અને હોલીવુડના કેટલાક કલાકારોથી પ્રેરણા મળી.

 

બોલીવુડમાંથી ઓફર્સ

Scam 1992ની સફળતા બાદ પ્રતિકની બોલીવુડમાં ડિમાંડ વધવા લાગી છે. પ્રતિકે જણાવ્યું કે આ વેબસીરિઝની સફળતા બાદ તેમની જીન્દગી પૂરી રીતે બદલાઈ ગઈ છે. કારણકે હવે લોકોનો તેમને જોવાનો નજરિયો બદલાઈ ગયો છે. હાલ પ્રતિક આવનારી બોલીવુડ ફિલ્મોમાં “રાવણ લીલા” અને “અતિથિ ભૂતો ભવ” સામેલ છે.

 

અહીં સુધી પહોંચવા કરી જી-તોડ મહેનત

ગુજરાતી ફિલ્મો અને ગુજરાતી ફિલ્મોમાં પ્રતિકે ખુબ નામ કમાવ્યું અને ગુજરાતી મનોરંજન જગતમાં પોતાની એક આગવી ઓળખ બનાવી પણ બોલીવુડમાં એન્ટ્રી માટે અને અહીં સુધી પહોંચવા માટે તેમણે ઓડિશનમાં ઘણા રિજેક્શનથી પસાર થવું પડ્યું.

 

જોકે આ કઠિન સમયમાં પણ પ્રતિકે હિંમત રાખી અને તેમને આશા હતી કે ઢોલીવુડ હોય કે બોલીવુડ તેમના રિયલ ટેલેન્ટની કદર દુનિયાભરમાં થશે અને આજે તે ચોક્કસથી થઈ છે. બોલીવુડમાં ઘણા  નિર્દેશક સાથે કામ કરવાનું સ્વપનું પ્રતિક ગાંધીનું છે.

Click on your DTH Provider to Add TV9 Gujarati