વર્લ્ડકપની ફાઈનલ મેચ જોવા માટે સચિન તેંડુલકર અમદાવાદ પહોંચ્યો
વર્લ્ડ કપ 2023ની ફાઈનલ પહેલા સચિન તેંડુલકરે એક રસપ્રદ ફોટો શેર કર્યો છે. તે ટીમ ઈન્ડિયાની જર્સીના કટઆઉટ પાછળ ઉભો જોવા મળે છે. ભારતીય ટીમને સપોર્ટ કરવા માટે સચિન અમદાવાદ પહોંચી ગયો છે. સચિન સાથે ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પણ આવવાની સંભાવના છે.
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકર ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના વર્લ્ડ કપ ફાઇનલ માટે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા. ગુજરાતના અમદાવાદમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના ODI વર્લ્ડ કપ ‘ફાઇનલ’નું સાક્ષી બનવા તૈયાર છે. ભારત પોતાનું ત્રીજું ટાઈટલ જીતવા અને 2003ના વર્લ્ડ કપમાં શકિતશાળી ઓસ્ટ્રેલિયા સામેની હારનો બદલો લેવાનું લક્ષ્ય રાખશે.
મુંબઈ ખાતે સેમિફાઈનલમાં ન્યુઝીલેન્ડ સામે 70 રને જીત મેળવીને ભારત ફાઇનલમાં પહોંચ્યું હતું. 1983 અને 2011માં ટાઈટલ જીતીને ભારત ચોથીવાર વર્લ્ડ કપ ફાઇનલમાં પ્રવેશ્યું છે.
આ પણ વાંચો : મોહમ્મદ શમીથી લઈને ઈશાન કિશન સુધી, ટીમ ઈન્ડિયાના દરેક ખેલાડીની માતાની એક જ ઈચ્છા, VIDEO
ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો