ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો, પોરબંદર, દ્વારકાના ખેડૂત મુદ્દે શક્તિસિંહે સરકારને ઘેરી- જુઓ Video

| Updated on: Dec 05, 2025 | 8:56 PM

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો રાજ્યસભામાં ગુંજ્યો હતો. કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલે શૂન્યકાળમાં આ મુદ્દો ઉઠાવતા જણાવ્યું  કે દિવાળી પછીના વરસાદના કારણે ખેડૂતોના પાકને નુકસાન થયું છે.

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો રાજ્યસભામાં ગુંજ્યો હતો. કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલે શૂન્યકાળમાં આ મુદ્દો ઉઠાવતા જણાવ્યું  કે દિવાળી પછીના વરસાદના કારણે ખેડૂતોના પાકને નુકસાન થયું છે. તેમણે આક્ષેપ કર્યો કે સમગ્ર દેશમાં પાક વીમા  યોજના ચાલુ હોવા છતાં ગુજરાતમાં તે બંધ છે, જેના કારણે વળતર ન મળતા ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે.

ગોહિલે કેન્દ્ર સરકારને આ મામલે હસ્તક્ષેપ કરીને ખેડૂતોને વળતર અપાવવા વિનંતી કરી. જોકે, શક્તિસિંહના આ નિવેદન પર ભાજપે વળતો પ્રહાર કર્યો હતો. ભાજપે કહ્યું કે સરકારે તાત્કાલિક ખેડૂતો માટે સહાય જાહેર કરી દીધી છે અને સહાયની રકમ ખેડૂતોના ખાતામાં આવવાની શરૂઆત પણ થઈ ચૂકી છે. સાથે જ ભાજપે શક્તિસિંહ ગોહિલને ગુજરાતના ખેડૂતોના ખભે બંદૂક રાખીને રાજનીતિ ન કરવાની ટકોર પણ કરી હતી.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Dec 05, 2025 08:47 PM