Rajasthan : શ્રીગંગાનગરમાં ભારે વરસાદથી સર્વત્ર પાણી-પાણી, પૂરનો તાગ મેળવવા નીકળેલા કલેક્ટરની કાર પણ ડૂબી

|

Jul 17, 2022 | 12:35 PM

શ્રીગંગાનગરમાં છેલ્લા 48 કલાકમાં પડેલા મૂશળધાર વરસાદથી જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. જિલ્લામાં પડેલા વરસાદે એક જ દિવસમાં ક્વોટા પૂરો કરી નાખ્યો છે. તો પૂરની સ્થિતિ બેકાબુ બનતા સેનાની મદદ લેવી પડી છે.

Rajasthan : શ્રીગંગાનગરમાં ભારે વરસાદથી સર્વત્ર પાણી-પાણી, પૂરનો તાગ મેળવવા નીકળેલા કલેક્ટરની કાર પણ ડૂબી
કલેક્ટરની ગાડી પૂરમાં ફસાઈ
Image Credit source: Tv9 Network

Follow us on

રાજસ્થાનમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદ શરૂ છે. સરહદી જિલ્લા શ્રી ગંગાનગર (Sri Ganganagar)માં, છેલ્લા 48 કલાકમાં, શાળાઓ અને બજારો બંધ, લોકો ઘરોમાં કેદ, સેનાના જવાનો રસ્તા પર અને ચારે તરફ બસ પાણી જ પાણી. કંઈક આવા જ દૃશ્યો સતત વરસેલા મુશળધાર વરસાદ પછી જોવા મળ્યા છે. જિલ્લામાં વરસાદે એક જ દિવસમાં ક્વોટા પૂરો કરી લીધો છે. ગંગાનગરમાં ભારે વરસાદ (Ganganagar Heavy Rainfall) થી જિલ્લામાં સ્થિતિ એ હદે બેકાબૂ બની છે કે પાણીનો નિકાલ કરવા માટે સેનાની પણ મદદ લેવી પડી છે. ગંગાનગરમાં છેલ્લા 48 કલાકથી પડેલા વરસાદ બાદ જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. હવામાન વિભાગે હજુ આગામી બે-ત્રણ દિવસ સુધી વરસાદ (Rajasthan Monsoon) પડવાની આગાહી વ્યક્ત કરી છે. નોંધનીય છે કે ગુરુવારે શ્રીગંગાનગર જિલ્લામાં પડેલા વરસાદે 94 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો હતો, જેમા 260 મીમી વરસાદ નોંધાયો હતો, જે આ સમગ્ર સિઝનમાં થયેલા વરસાદ કરતાં વધુ છે. અગાઉ 1928માં આટલો વરસાદ પડ્યો હતો.

આપને જણાવી દઈએ કે રાજસ્થાનમાં અત્યાર સુધીમાં 52 ટકા વધુ વરસાદ થયો છે, જ્યાં બિકાનેર, ગંગાનગર અને જેસલમેર જેવા જિલ્લાઓમાં સામાન્ય કરતાં લગભગ બે ગણો વધુ વરસાદ પડ્યો છે. જયપુર હવામાન કેન્દ્ર અને જળ સંસાધન વિભાગના અહેવાલ મુજબ, ગંગાનગરમાં છેલ્લા 48 કલાકમાં 277MM સુધીનો વરસાદ નોંધાયો છે.

ઉનાળામાં દરરોજ સૂકું નાળિયેર ખાવાના છે ચમત્કારિક ફાયદા, જાણો
પાકિસ્તાનની એ ઈમારતો જ્યાં આજે પણ લખ્યું છે ભારતનું નામ
શું તમારી પાસે છે PM મોદીનો મોબાઈલ નંબર?
ઘરના બારી દરવાજા બનાવવા બેસ્ટ લાકડું કયું? અહીં જુઓ લિસ્ટ
Axis Bank માંથી 3 વર્ષ માટે 3 લાખ રૂપિયાની લોન પર વ્યાજ કેટલું હશે?
અનિલ અંબાણીના શેરનું જોરદાર કમબેક...

 

પૂરનો તાગ જાણવા આવેલ કલેક્ટર પાણીમાં ફસાયા

શ્રીગંગાનગરમાં વરસાદ પછી થયેલા પૂરથી થયેલા નુકસાન અને સ્થિતિના નિરીક્ષણ માટે નીકળેલા જિલ્લા કલેક્ટર રુક્મિણી રિયારને પણ પાણીમાં ફસાઈ ગયા હતા. મળતી માહિતી મુજબ શહેરના જુદા-જુદા વિસ્તારોમાં કાચી વસાહતોમાં રહેતા લોકો પૂરમાં ફસાયા હોવાની સૂચના મળતા કલેક્ટર ત્યાં જવા નીકળ્યા હતા તે દરમિયાન લોકો મલ્ટી પર્પઝ સ્કૂલ પાસે બનેલા અંડર બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા, તે દરમિયાન તેમની ગાડી પૂરના પાણીમાં ફસાઈ ગઈ અને આગળ જઈ શકી ન હતી.

કલેક્ટરની કારને ફસાયેલી જોઈને સ્થાનિકો મદદ માટે દોડી આવ્યા હતા અને પૂરના પાણીમાંથી ગાડી બહાર કાઢવામાં મદદ કરી હતી. ચાર ફુટ સુધી ભરાયેલા પાણીમાં ગાડી ફસાઈ હતી. આસપાસના લોકોએ ગાડીને ધક્કા મારી પાણીમાંથી બહાર કાઢી હતી.

બેકાબૂ સ્થિતિમાં સેનાએ સંભાળ્યો મોરચો

શ્રીગંગાનગરમાં વરસાદ બાદ પૂરની સ્થિતિને પહોંચી વળવા સેના અને પ્રશાસનની ટીમોએ રાહત અને બચાવ કાર્ય શરૂ કર્યુ છે. જેમા અનેક વિસ્તારોમાંથી પાણીનો નિકાલ કરવાની કામગીરી પણ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે. BSF અને સૈન્ય અધિકારીઓએ લગભગ 100 મોટા પંપની મદદથી શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ભરાયેલા પાણીનો નિકાલ કર્યો હતો. અનેક જગ્યાએ જળભરાવની સ્થિતિને જોતા શહેરના અનેક વિસ્તારોમાં સવારથી લગભગ 4 થી 6 કલાક સુધી વીજકાપ રહ્યો હતો.

યથાવત રહેશે વરસાદની સ્થિતિ

નોંધનીય છે કે હવામાન કેન્દ્ર જયપુરથી મળેલી માહિતી અનુસાર, પૂર્વ રાજસ્થાનના મોટાભાગના જિલ્લાઓમાં રવિવારે વરસાદ ચાલુ રહેશે, જેમાં દૌસા, અલવર, ભરતપુર, ધોલપુર અને કરૌલીમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. બીજી તરફ, પૂર્વોત્તર ક્ષેત્રના ઝુંઝુનુમાં પણ સારો વરસાદ થવાની સંભાવના છે તો ટોંક અને જયપુરમાં રવિવારે વરસાદ પડી શકે છે. આ સિવાય પશ્ચિમ રાજસ્થાનના હનુમાનગઢ અને શ્રી ગંગાનગર જિલ્લામાં પણ સવારથી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

Next Article