નો પાર્કિંગમાં મુકેલી બાઈકને ટો થતી બચાવવા યુવક બાઈક પર બેસી ગયો, પણ પોલીસે લટકાવ્યો હવામાં, જુઓ VIRAL VIDEO

|

Aug 21, 2021 | 7:09 PM

સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં બાઇકસવાર વ્યક્તિને ક્રેન સાથે ઉઠાવવામાં આવી રહ્યો છે.

નો પાર્કિંગમાં મુકેલી બાઈકને ટો થતી બચાવવા યુવક બાઈક પર બેસી ગયો, પણ પોલીસે લટકાવ્યો હવામાં, જુઓ VIRAL VIDEO
Bike rider towed along with bike

Follow us on

સોશિયલ મીડિયા (Social Media) પર વિવિધ પ્રકારના વીડિયો વાયરલ (Viral Video) થતા રહે છે. આમાંથી કેટલાક વીડિયો તમને હસાવે છે અને કેટલાક તમને  રડાવે છે, જ્યારે કેટલાકને જોઈને આશ્ચર્ય થાય છે. મહારાષ્ટ્રના પૂણેનો પણ આવો જ એક વીડિયો વાયરલ થયો છે. જેને જોઈને તમને આશ્ચર્ય થશે અને કદાચ ગુસ્સો પણ આવશે.   પુણેની (Pune) ટ્રાફિક પોલીસે આવું કામ કર્યું અને તેની ચર્ચા બધે થઈ રહી છે. પોલીસે ક્રેનમાંથી બાઇક સાથે એક વ્યક્તિને ઉપાડ્યો પુણેની ટ્રાફિક પોલીસના આવા કામનો કોઈએ વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર મૂક્યો છે, જે ભારે વાયરલ થઈ રહ્યો છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે ક્રેન બાઇક સાથે વ્યક્તિને ઉપાડી રહી છે. જ્યારે પુણેના ડીસીપી (ટ્રાફિક) ને આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, ‘બાઇકને  નો પાર્કિંગમાં પાર્ક કરવામાં આવી હતી. જ્યારે અમારા અધિકારીઓએ તેને ઉપાડ્યુ ત્યારે વાહનના માલિક આવ્યા અને તેના પર બેસી ગયા.  તેને નીચે ઉતરવા વિનંતી કરવામાં આવી હતી. બાદમાં તેણે પોતાની ભૂલ સ્વીકારી અને દંડ પણ ભર્યો.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

આ વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય છે પુણેના ડીસીપીએ આ વિશે કહ્યું, ‘મેં આ વ્યક્તિ સાથે વાત કરી. તેને કોઈ ફરિયાદ નથી  ગાડી પહેલેથી જ ખેંચી લેવામાં આવી હતી અને જ્યારે તે હવામાં હતી, ત્યારે તે દોડતો આવ્યો, કૂદી ગયો અને તેના પર બેસી ગયો

આ બધું અચાનક થયું પણ મજૂરોએ  કાળજી લેવી જોઈતી હતી. અમે અત્યારે  તેમને ફરજ પરથી હટાવી દીધા છે.  વિડીયો જોયા બાદ ઘણા સવાલો પણ ઉઠી રહ્યા છે. લોકોનું કહેવું છે કે જો વ્યક્તિની ભૂલ હતી, તો શું વહીવટીતંત્ર દ્વારા યુવકને ક્રેન વડે ઉપાડવો યોગ્ય હતો? જો તે યુવાન પડી ગયો હોત તો તેની જવાબદારી કોણે લીધી હોત? લોકો આ વીડિયોને શેર કરી રહ્યા છે એટલું જ નહીં તેના પર વિવિધ પ્રકારની ટિપ્પણીઓ અને પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે.

 

આ પણ વાંચોહવે વિદ્યાર્થીઓને જલવાયુ ફેલોશિપ કાર્યક્રમ અંતર્ગત મળશે ઇન્ટર્નશિપ કરવાની તક, જાણો સમગ્ર વિગતો

આ પણ વાંચોNEET 2021 Entrance Exam : નીટ યૂજી માટે જાહેર કરવામાં આવ્યુ પરીક્ષા કેન્દ્રોનુ લિસ્ટ, જુઓ ડિટેલ

Published On - 7:07 pm, Sat, 21 August 21

Next Article