AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WTC Final: ભારતીય ટીમના ખેલાડીઓ સાઉથમ્પ્ટનમાં મચી પડ્યા છે પ્રેકટીસ કરી પરસેવો વહાવવા, જુઓ VIDEO

WTC Final: ફાઈનલ મેચ ધ રોઝ બાઉલ સ્ટેડિયમ (The Rose Bowl Stadium)માં રમાનાર છે, જે મેદાનમાં જ ખેલાડીઓ પ્રેકટીસ કરી રહ્યા છે. તે પ્રેકટીસ સેશનનો વીડિયો BCCI દ્વારા જારી કરવામાં આવ્યો છે.

WTC Final: ભારતીય ટીમના ખેલાડીઓ સાઉથમ્પ્ટનમાં મચી પડ્યા છે પ્રેકટીસ કરી પરસેવો વહાવવા, જુઓ VIDEO
Indian team players
Avnish Goswami
| Edited By: | Updated on: Jun 11, 2021 | 4:39 PM
Share

ભારત અને ન્યુઝીલેન્ડ (India vs New Zealand) વચ્ચે આગામી સપ્તાહે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઈનલ (WTC Final)ની ટક્કર જામશે. ઈંગ્લેંડના સાઉથમ્પ્ટન (Southampton)માં રમાનારી WTC ફાઈનલ મેચને લઈને ભારતીય ટીમ તૈયારીઓ પૂરજોશમાં કરી રહી છે. ફાઈનલ મેચ ધ રોઝ બાઉલ સ્ટેડિયમ (The Rose Bowl Stadium)માં રમાનાર છે, જે મેદાનમાં જ ખેલાડીઓ પ્રેકટીસ કરી રહ્યા છે. તે પ્રેકટીસ સેશનનો વીડિયો BCCI દ્વારા જારી કરવામાં આવ્યો છે.

BCCIએ રોઝ બાઉલમાં ચાલી રહેલી પ્રેકટીસ સેશનમાં ખેલાડીઓ તૈયારીઓ માટે કમરકસી રહ્યાનું નજર આવી રહ્યુ છે. વીડિયોમાં ઋષભ પંત, રોહિત શર્મા એટેકીંગ મોડમાં જોવા મળ્યા હતા. જ્યારે ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી અને અજીંક્ય રહાણેએ વધારે ધ્યાન રક્ષણાત્મક બેટીંગ પર આપ્યુ હતુ તો બોલીંગ વિભાગમાં આર અશ્વિન, જસપ્રિત બુમરાહ, મહંમદ શામીએ પણ ખૂબ બોલીંગ કરી પરસેવો વહાવ્યો હતો.

ટીમ ઇન્ડીયા ગૃપ પ્રેકટીશની શરુઆત કર્યાનો આજે બીજો દિવસ હતો. આ પહેલા ખેલાડીઓ અલગ અલગ વર્કઆઉટ અને મેદાનમાં પ્રેકટીશ કરી રહ્યા હતા. તો વળી શરુઆતમાં સાઉથમ્પ્ટન પહોંચતા જ ખેલાડીઓએ ત્રણ દિવસ આકરા ક્વોરન્ટાઇન હેઠળથી પસાર થવુ પડ્યુ હતુ. જેમાં ખેલાડીઓને એક બીજા સાથે મળવા પર પણ પ્રતિબંધ મુક્યો હતો.

ગૃપ પ્રેકટીસ દરમ્યાન નાના નાના સમુહ રચીને તાલીમ શરુ કરવામાં આવી છે. ગૃપ પ્રેકટીસના પ્રથમ દિવસની માફક બીજા દીવસે પણ ઋષભ પંત લાંબા અને મોટા શોટ લગાવતો નજર આવી રહ્યો હતો. રોહિત શર્મા પણ સારા શોટ્સ લગાવી રહ્યો હતો. મીડિયા રિપોર્ટસ મુજબ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ મેચની તૈયારીના ભાગરુપે ઈન્ટ્રા સ્ક્વોડ મેચનું પણ આયોજન થઈ શકે છે.

આ પણ વાંચો: Yuvraj Singh ને સપનુ ચકનાચૂર થયાનુ દર્દ છલકાયું, કેપ્ટન બનવાની આશા વચ્ચે જ ધોનીનુ નામ એલાન થયુ હતુ

g clip-path="url(#clip0_868_265)">