Cute Wedding Video : વરારાજાની ઉંચાઇ દુલ્હન માટે બની સમસ્યા, પછી થયુ કઇં એવુ કે લોકો બોલ્યા Cute…

|

Sep 29, 2021 | 10:36 AM

લગ્નનો એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે, જેમાં વરરાજાની લાંબી ઉંચાઈ છોકરી માટે સમસ્યા બની જાય છે. જે બાદ વર કંઇક એવું કરે છે કે લોકો તેને ખૂબ પસંદ કરી રહ્યા છે.

Cute Wedding Video : વરારાજાની ઉંચાઇ દુલ્હન માટે બની સમસ્યા, પછી થયુ કઇં એવુ કે લોકો બોલ્યા Cute...
Cute Wedding Video goes Viral on Social Media

Follow us on

લગ્નના ઘણા વીડિયો (Viral Video) સોશિયલ મીડિયા (Social Media) પર જોવા મળે છે. લગ્ન પ્રસંગમાં વર અને કન્યાનું તેજ સૌથી વધુ હોય ​​છે. લગ્નમાં હાજર તમામ મહેમાનોની નજર વર અને કન્યા પર સ્થિર હોય છે. બંનેને એક સાથે જોવા માટે દરેક વ્યક્તિ તલપાપડ રહે છે. સોશિયલ મીડિયા પર નવા કપલની ઘણી તસવીરો અને વીડિયો જોવા મળે છે. તમે બધાએ જોયું હશે કે મોટાભાગના વર -કન્યાની ઉંચાઈમાં મોટો તફાવત ગોય છે. જે બાદ વરમાળા દરમિયાન ઘણું હાસ્ય જોવા મળે છે.

હવે જે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે તે પણ તેમાંથી એક છે. વીડિયોમાં જોઈ શકાય છે, એક ઉંચો વર સ્ટેજ પર ઉભો છે અને દુલ્હન પણ તેની સાથે જોવા મળી રહી છે. બંને સ્ટેજ પર માળાની વિધિ પૂર્ણ કરવા માટે ઉભા છે. માળા વિધિ શરૂ થતાં જ કન્યા પહેલા આવે છે અને વરરાજાના ગળામાં માળા પહેરાવવાનો સખત પ્રયાસ કરે છે પરંતુ તે પહેરાવી નથી શક્તી, આ જોઇ વરરાજાએ એવું કંઈક કર્યું જેણે ત્યાં હાજર લોકોના દિલ જીતી લીધા.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

ખરેખર, વરરાજા સ્ટેજ પર કન્યાની સામે ઘૂંટણિયે પડી ગયો, જેથી કન્યા આરામથી તેના ગળામાં માળા પહેરાવી શકે. વીડિયોમાં જોઈ શકાય છે કે દુલ્હન ખુશીથી તેના ગળામાં માળા પહેરાવે છે. દરેક વ્યક્તિને આ વીડિયો ખૂબ પસંદ આવી રહ્યો છે.

આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. તમે આ વિડીયોને Shystyles My Doll નામના એકાઉન્ટ પર જોઈ શકો છો. પેજ પર વીડિયો અપલોડ થતા જ તેને લાખો લોકોએ પસંદ કરી અને લાઈક કોમેન્ટ દ્વારા ખૂબ પ્રેમ આપ્યો. આ વીડિયો શેર કરતા પેજના એડમીને કેપ્શનમાં લખ્યું, ‘મારુ ફેવરિટ સીન’. અન્ય ઘણા યુઝર્સે પણ આ વીડિયો પર પોતાનો પ્રતિભાવ આપ્યો હતો.

વીડિયો પર લોકોની પ્રતિક્રિયા વિશે વાત કરતા, એક યુઝરે ટિપ્પણી કરી, ‘આ વીડિયો ખૂબ જ ક્યૂટ છે’ અન્ય એક યુઝરે લખ્યું, ‘મેં આવુ ઘણા લગ્નોમાં જોયું છે, તે લગ્નના સુંદર ભાગોમાંથી એક છે. આ સિવાય મોટાભાગના લોકો ઇમોજી શેર કરીને પ્રેમની વર્ષા કરી છે.

આ પણ વાંચો –

Unseen Photos : આલિયા-રણબીરની રોમેન્ટિક ડેટની તસવીરો આવી સામે, એકબીજાના પ્રેમમાં ડૂબેલા જોવા મળ્યા બંને સ્ટાર્સ

આ પણ વાંચો –

રાકેશ ઝુનઝુનવાલાએ ટાટા ગ્રુપના આ બે શેરમાં રોકાણથી એક મહિનામાં 893 કરોડ રૂપિયાની કમાણી કરી , શું છે આ સ્ટોક તમારી પાસે છે?

Published On - 9:36 am, Wed, 29 September 21

Next Article