Viral Video: ભાઈ બનવા ગયો ઉસૈન બોલ્ટ પણ થઈ ગયા શરીરનાં બધા બોલ્ટ ઢીલા, Video જોઈને તમે પણ હસી હસીને થઈ જશો લોટપોટ

|

Sep 05, 2021 | 6:51 PM

બે ભરાવદાર શરીરવાળા લોકો એકબીજા સાથે દોડવાની રેસ લગાડે છે અને પછી એમાંથી એક ભરાવદાર શરીર વાળો વ્યક્તિ એટલો ખરાબ રીતે પડે છે કે તે વિડિયો જોઈને લાગે છે કે તેના પર હસવું કે પછી દુ:ખ વ્યક્ત કરવું

Viral Video: ભાઈ બનવા ગયો ઉસૈન બોલ્ટ પણ થઈ ગયા શરીરનાં બધા બોલ્ટ ઢીલા, Video જોઈને તમે પણ હસી હસીને થઈ જશો લોટપોટ
Viral Video: Usain Bolt Gone To Become A Brother, All The Bolts Of The Body Loosened, Watching The Video

Follow us on

Viral Video: સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે જ્યાં ઘણી રમુજી અને વિચિત્ર વસ્તુઓ જોવા મળે છે. આવા કેટલાક વીડિયો પણ બહાર આવે છે જે એકદમ રમુજી હોય છે. તમે બધાએ કેટલાક વિડીયો પણ જોયા હશે જેમાં ખૂબ નાના, ખૂબ મોટા, ખૂબ પાતળા અને ખૂબ જ જાડા લોકો જોવા મળશે. આવા વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થતા રહે છે. જેને જોઈને તમામ દર્શકો પોતાની પ્રતિક્રિયા શેર કરે છે.

હવે સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે, જે હોલ્ડ માય બીયરના એકાઉન્ટમાંથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં 2 ભરાવદાર શરીરવાળા લોકો દેખાય છે અને તેમની આસપાસ 2 શ્વાન છે. બંને પુરુષો એકબીજા સાથે દોડવાની રેસ માટે તૈયાર છે અને જલદી બંને દોડવાનું શરૂ કરે છે, તેમાંથી એક તેના પેટનાં ભાગે જોરદાર પડે છે. વીડિયો જોઈને અંદાજો લગાવી શકાય છે કે જે વ્યક્તિ પડી છે તોને ઘણું વાગ્યું હશે અને સહન કરવાનો વારો આવ્યો હશે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

 

 

 

વીડિયો પર સોશિયલ મીડિયા યુઝર્સની ઘણી પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. એક યુઝરે ટિપ્પણી કરી અને લખ્યું, ‘શું આ વ્યક્તિ ઠીક છે?’ અન્ય યુઝરે વિડીયો પર ટિપ્પણી કરી અને લખ્યું, ‘બંનેમાં ઘણી હિંમત છે અને આટલી ચરબી હોવા છતાં દોડ લગાડવાનો પ્રયાસ કર્યો’ આ સિવાય કેટલાક લોકો હસ્યા પણ કેટલાક શેર કર્યા ઇમોજી અને કેટલાકે ઉદાસી ઇમોજી શેર કરી. આપણે ઉદાસી ઇમોટિકોન પરથી અનુમાન લગાવી શકીએ છીએ કે વ્યક્તિને પડતા જોઈને લોકો ખૂબ જ દુ:ખી થાય છે.

Next Article