Viral Video : ચા માટે ગજબની દિવાનગી ! પોલીસ ખેંચીને લઇ જતી હતી તો પણ ન ઢોળાવા દીધી ચા

|

May 28, 2021 | 4:57 PM

Love for Tea : વીડિયોમાં બે વ્યક્તિને પોલીસ પકડીને લઇ જઇ રહી છે પરંતુ આ વ્યક્તિઓને તેની કોઇ ચિંતા નથી

Viral Video : ચા માટે ગજબની દિવાનગી ! પોલીસ ખેંચીને લઇ જતી હતી તો પણ ન ઢોળાવા દીધી ચા
આરોપીઓને લઇ જતી પોલીસ

Follow us on

Love for Tea : ભારતમાં ચાના (Tea) દિવાના લોકોની કોઇ કમી નથી. ચા લોકોના જીવનનો મહત્વનો ભાગ છે. મિત્રોની ગપશપ હોય, ઓફિસની મિટીંગ હોય કે ઘરે કોઇ મહેમાન આવ્યા હોય ચા વગર બધુ જ અધુરુ છે. ભારતમાં તમને દરેક જગ્યાએ ચાની લારી મળી જશે. અને હંમેશા એ ટપરી પર લોકો બેસીને ‘ચાય પે ચર્ચા’ કરતા પણ જોવા મળશે. સવારે ઉઠીને જો ચા ન મળે તો લોકોની સવાર નથી પડતી. પરંતુ આજે આપણે એક એવા ચા પ્રેમી વિશે વાત કરીશું જેણે ચા માટે અલગ જ હદ વટાવી.

તમને જણાવી દઇએ કે, હાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેને જોઇને તમે પોતાની હસી નહીં રોકી શકો. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ શેયર કરવામાં આવી રહ્યો છે. ખરેખર આ વીડિયોમાં બે વ્યક્તિને પોલીસ પકડીને લઇ જઇ રહી છે. પરંતુ આ વ્યક્તિઓને તેની કોઇ ચિંતા નથી. તેમને ફક્ત પોતોના હાથમાં રહેલા ચાના કપની જ ચિંતા છે.

https://twitter.com/ankidurg/status/1397827122660474883

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

પોલીસનું નામ સાંભળીને કોઇપણ વ્યક્તિના હોંશ ઉડી જાય તેવામાં પોતાની ધરપકડ થતી હોવા છતાં આ વ્યક્તિઓના મોઢા પર કોઇ ચિંતા દેખાઇ રહી નથી. તેમને પોલીસ કરતા વધારે ચાની ચિંતા છે. એક તરફ પોલીસ તેમને ખેંચીને લઇ જઇ રહી છે અને બીજી તરફ તે પોતાના હાથમાં રહેલા ચાના કપને સાચવીને ચાલી રહ્યો છે. જેથી તે ઢોળાઇ ન જાય. આ વીડિયો આઇપીએસ અંકિતા શર્માએ (IPS Ankita Sharma) શેયર કર્યો છે.

ઇન્ટરનેટની દુનિયામાં ધૂમ મચાવી રહેલા આ વીડિયોમાં બે વ્યક્તિ જોવા મળી રહ્યા છે, અને તેમના હાથમાં ચાના કપ છે. પોલીસ તેમને પકડીને પોતાની સાથે કસ્ટડીમાં લઇ જઇ રહી છે. અને આ મુસિબતના સમયમાં પણ તેમણે ચાનો સાથ ન છોડ્યો. તેમણે આ કપમાંથી ચાનુ એક ટીપુ પણ ન પડવા દીધુ. બહુ જ સાવધાની સાથે બંને વ્યક્તિ ચાનો કપ લઇને પેલીસની ગાડીમાં બેસી ગયા.

આઇપીએસ અંકિતા શર્માએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર આ વીડિયો શેયર કરતા લખ્યુ કે, યે હમ હે. યે હમારી ચાય હે. બાકી બાદ મેેં દેખેંગે. આ વીડિયો પર નેટીઝન્સ વિવિધ પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યૂઝરે લખ્યુ કે, ‘જેલ જાયે પર ચાય ન જાયે’.

 

Next Article