Shocking Video : ભૂકંપ આવવા પહેલા જ બિલાડીએ અનુભવ્યા ઝટકા, પોતાના માલિકને કર્યો એલર્ટ

|

Sep 24, 2021 | 7:37 AM

આ વીડિયોને અત્યાર સુધીમાં લગભગ ત્રણ હજાર લોકો જોઈ ચૂક્યા છે અને સોશિયલ મીડિયા યુઝર્સ આશ્ચર્યચકિત છે કે બિલાડીને ભૂકંપના નાના આંચકા કેવી રીતે અનુભવાયા ?

Shocking Video : ભૂકંપ આવવા પહેલા જ બિલાડીએ અનુભવ્યા ઝટકા, પોતાના માલિકને કર્યો એલર્ટ
Cat felt tremors before the earthquake

Follow us on

એવું કહેવામાં આવે છે કે જો પૃથ્વી પર કોઈ આફત આવવાની છે, તો પ્રાણીઓને પહેલા ખબર પડે છે. હવે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જે ઓસ્ટ્રેલિયાનો છે, વીડિયોમાં એક બિલાડી દેખાય છે, ભૂકંપ આવ્યાના થોડા સમય પહેલા જ તેને ખબર પડી ગઇ હતી અને તે ત્યાંથી ભાગી ગઇ હતી. આ વીડિયો દરેકને ખૂબ જ આશ્ચર્યચકિત કરી રહ્યો છે. વળી, સોશિયલ મીડિયા યુઝર્સ બિલાડીને ખૂબ સ્માર્ટ અને પ્રતિભાશાળી હોવાનું કહી રહ્યા છે.

આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. તમે આ વીડિયો Brodie Lancaster ના પેજ પર જોઈ શકો છો. વીડિયો શેર કરતી વખતે, કેપ્શન વાંચી શકાય છે, ‘મજાક નહીં, આ ભૂકંપ ત્યારે આવ્યો જ્યારે હું કેરોલને તેના નવા ફ્લોપી માછલીના રમકડા સાથે શૂટ કરી રહ્યો હતો.’

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

વીડિયોમાં જોઈ શકાય છે કે કેરોલ નામની એક સફેદ બિલાડી રમકડાની માછલી સાથે રમી રહી છે, જલદી તેને ભૂકંપનો અનુભવ થાય છે, તે અચાનક ચેતી જાય છે અને રમત બંધ કરી દે છે અને ત્યાંથી ભાગી જાય છે. બિલાડીના માલિકે કહ્યું કે જલદી તેની બિલાડી શાંત થઈ ગઇ તેણે બિલાડીના ભાગ્યાના થોડી જ સેકંડો બાદ ભૂકંપના આંચકા અનુભવ્યા. આ ઘટના ઓસ્ટ્રેલિયાના મેલબોર્નની છે. આ વીડિયો બુધવારે (22 સપ્ટેમ્બર) શેર કરવામાં આવ્યો છે.

આ વીડિયોને અત્યાર સુધીમાં લગભગ ત્રણ હજાર લોકો જોઈ ચૂક્યા છે અને સોશિયલ મીડિયા યુઝર્સ આશ્ચર્યચકિત છે કે બિલાડીને ભૂકંપના નાના આંચકા કેવી રીતે અનુભવાયા ? અન્ય વપરાશકર્તાએ પ્રતિક્રિયા આપતી વખતે ટિપ્પણી કરી, ‘વાહ હું પથારીમાં હતો અને મારો આખો રૂમ ધ્રૂજવા લાગ્યો!’ ત્રીજા વપરાશકર્તાએ લખ્યું, ‘બિલાડીઓ સ્માર્ટ છે’, આ સિવાય અન્ય વપરાશકર્તાઓ ઇમોટિકોન્સ શેર કરીને તેમની પ્રતિક્રિયા શેર કરી રહ્યા છે.

આ પણ વાંચો –

Petrol-Diesel Price Today : 18 દિવસ સ્થિર રહ્યા બાદ ફરી મોંઘુ થયું ઇંધણ, જાણો પેટ્રોલ – ડીઝલની શું છે નવી કિંમત

આ પણ વાંચો –

કમાલ ! 90 વર્ષના દાદીએ શીખી કાર ચલાવતા, હાઇવે પર એવી રીતે ભગાવી કે Video થયો Viral

આ પણ વાંચો –

Pitru paksha 2021: શ્રાદ્ધ પક્ષમાં કેમ કાગડાને કરાવાય છે ભોજન ? જાણો કઈ રીતે શરૂ થઈ પિતૃપક્ષમાં કાગડાને ભોજનની પરંપરા

Next Article