IPL 2021: આખરે ચોથા સપ્તાહે ઘરે પહોંચતા ઓસ્ટ્રેલીયન ખેલાડીઓ અને પરિવારજનો ભેટીને ભાવુક થયા, જુઓ VIDEO

|

May 31, 2021 | 7:57 PM

ઓસ્ટ્રેલીયન ખેલાડીઓ (Australian Players) IPL 2021 સ્થગિત થયાના લાંબા સમયે પરત ઘરે પહોંચ્યા હતા. ક્વોરન્ટાઈન પુર્ણ થયા બાદ લાંબા સમયે પરિવારને મળ્યા હતા. IPL સ્થગીત થવા બાદ ઓસ્ટ્રેલીયન ખેલાડીઓ માલદિવ પહોંચ્યા હતા. ત્યારબાદ તેઓ ઓસ્ટ્રેલીયા પહોંચ્યા હતા. જ્યાં બે સપ્તાહ ક્વોરન્ટાઈન હેઠળ રહ્યા હતા.

IPL 2021: આખરે ચોથા સપ્તાહે ઘરે પહોંચતા ઓસ્ટ્રેલીયન ખેલાડીઓ અને પરિવારજનો ભેટીને ભાવુક થયા, જુઓ VIDEO
Australian players

Follow us on

ઓસ્ટ્રેલીયન ખેલાડીઓ (Australian Players) IPL 2021 સ્થગિત થયાના લાંબા સમયે પરત ઘરે પહોંચ્યા હતા. ક્વોરન્ટાઈન પુર્ણ થયા બાદ લાંબા સમયે પરિવારને મળ્યા હતા. IPL સ્થગીત થવા બાદ ઓસ્ટ્રેલીયન ખેલાડીઓ માલદિવ પહોંચ્યા હતા. ત્યારબાદ તેઓ ઓસ્ટ્રેલીયા પહોંચ્યા હતા. જ્યાં બે સપ્તાહ ક્વોરન્ટાઈન હેઠળ રહ્યા હતા.

 

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

ઓસ્ટ્રેલીયા પહોંચ્યા બાદ સિડનીમાં હોટલમાં ખેલાડીઓ ક્વોરન્ટાઈન હેઠળ રહ્યા હતા. જેમાં પેટ કમિન્સ, સ્ટીવ સ્મિથ, ગ્લેન મેક્સવેલ અને ડેવિડ વોર્નર જેવા ખેલાડીઓ સામેલ હતા. તેમની સાથે આઈપીએલમાં જોડાયેલા કોચ, સપોર્ટ સ્ટાફ અને કોમેન્ટેટર્સ હતા. તે તમામ હવે પોતાના ઘરે પહોંચી ચુક્યા છે.

 

ઓસ્ટ્રેલીયાના ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ, કોચ પોતાના પરિવારને લાંબા સમયે મળ્યા ત્યારે તેઓ ભાવુક થઈ ગયા હતા. પરિવારજનો પણ તેમને ગળે ભેટી પડ્યા હતા. ખેલાડીઓ તેમના પરિવારથી ગત એપ્રિલ માસની શરુઆતથી દુર થઈ ગયા હતા. ટૂર્નામેન્ટમાં સામેલ થવા માટે પહેલા ક્વોરન્ટાઈન હેઠળ રહેવુ પડ્યુ. જ્યારે આઈપીએલ સ્થગીત કરી દેવાઈ બાદમાં પણ ક્વોરન્ટાઈન નિયમો પાળવા પડ્યા હતા.

 

ભારતમાં કોરોનાની બીજી લહેરને લઈને ઓસ્ટ્રેલીયન સરકાર દ્વારા પ્રવાસ નિયંત્રણ મુકવામાં આવ્યા હતા. ભારતથી સીધી ઉડ્યન સેવા રદ કરી દેવાઈ હતી. જેના કારણે ઓસ્ટ્રે્લીયન ખેલાડીઓએ માલદિવમાં રોકાણ કરવુ પડ્યુ હતુ. જ્યાં નિયંત્રણો અને શરતો ખતમ થતા ખેલાડીઓ સ્વદેશ પરત ફર્યા હતા.

 

પરિવારને ભેટતા ભાવુક દૃશ્યો સર્જાયા

પેટ કમિન્સ તેની પત્નીને મળ્યો ત્યારે તેની પત્ની બેકી પણ તેને ઝડપીથી ભેટી પડી હતી. કમિન્સની પત્ની બેકી પ્રેગન્ટ છે. તે પતિ કમિન્સની રાહ જોઈ રહી હતી. પેટને મળતા જ તે ભાવુક થઈ ઉઠી હતી.

 

ડેવિડ વોર્નર જ્યારે તેના ઘરે પહોંચ્યો તો તેની ત્રણેય દિકરીઓ તેને વળગી પડી હતી. આ પળને વોર્નરની પત્ની કેંડીસે વીડિયો બનાવી લીધો હતો. વોર્નર લાંબા સમયે પોતાની દિકરીઓને લાંબા સમયે મળ્યો હતો.

કેટલાકને ઘરે રોકાણ ટુંકુ રહેશે

ઓસ્ટ્રેલીયાના કેટલાક ખેલાડીઓ વધારે સમય ઘરે નહીં રહી શકે. ઓસ્ટ્રેલીયન ટીમ જુલાઈમાં વેસ્ટ ઈન્ડીઝ અને ઓગસ્ટમાં બાંગ્લાદેશ પ્રવાસ પર જવાનું છે. જે માટે 23 સભ્યોની ટીમ પસંદ થશે. ટીમ એકાદ માસના સમયમાં 13 મેચ રમવાની છે. વેસ્ટ ઈન્ડીઝ પ્રવાસમાં પાંચ T20 અને ત્રણ વન ડે રમવાની છે. જ્યારે બાંગ્લાદેશ સામે પાંચ T20 મેચ રમવાની છે.

Next Article