રોક દે મિત્ર ! ચકડોળમાં આ ટેણિયો એવો તે ગભરાયો કે વીડિયો થયો વાયરલ, યુઝર્સ કહ્યુ “સ્વૈગ ભારે પડ્યો”

|

Dec 01, 2021 | 7:56 AM

આજકાલ સોશિયલ મીડિયા પર એક રમુજી વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે.જેમાં એક બાળક જે રીતે ચકડોળમાં ગભરાઈ રહ્યુ છે,તે જોઈને તમને પણ હસવુ આવશે.

રોક દે મિત્ર ! ચકડોળમાં આ ટેણિયો એવો તે ગભરાયો કે વીડિયો થયો વાયરલ, યુઝર્સ કહ્યુ સ્વૈગ ભારે પડ્યો
Funny video goes viral

Follow us on

Funny Video : સોશિયલ મીડિયા પર અવારનવાર વિવિધ પ્રકારના વીડિયો વાયરલ (Viral) થતા રહે છે. જ્યારે કેટલાક વીડિયો ઈમોશનલ હોય છે, તેને જોઈને આંખોમાં આંસુ આવી જાય છે, જ્યારે કેટલાક વીડિયો એટલા ફની હોય છે કે તે જોઈને યુઝર્સ(Users)  હસીને લોટ પોટ થઈ જાય છે.તાજેતરમાં આવો જ એક રમુજી વીડિયો લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.જેમાં એક બાળક જે રીતે ચકડોળમાં (Wheelbarrow)ડરી રહ્યો છે,તે જોઈને તમને પણ હસવુ આવશે.

બાળકના અંદાજે ઈન્ટરનેટ પર ધમાલ મચાવી

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક બાળક ચકડોળની મજા માણી રહ્યો છે, પરંતુ હવામાં જતા જ છોકરાની હવા ટાઈટ થઈ ગાઈ અને તે તેની બાજુમાં બેઠેલા વ્યક્તિને કહે છે, ‘રોક દે મિત્ર….મને મુશ્કેલી થશે. રોક દે મિત્ર… રોક દે…. આ દરમિયાન તેની સામે બેઠેલી વ્યક્તિ આ ઘટનાનો વીડિયો રેકોર્ડ(Video Record)  કરતો જોવા મળે છે. જે હવે સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

જુઓ વીડિયો

યુઝર્સ રમુજી પ્રતિક્રિયા આપી રહ્યા છે

તમને જણાવી દઈએ કે, આ રમુજી વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પરથી viralvideos_09 નામના પેજ પરથી શેર કરવામાં આવ્યો છે.યુઝર્સ આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.જેમાં એક યુઝરે લખ્યુ કે, આ બાળકનો ડરવાનો અંદાજ ગજબ છે…જ્યારે અન્ય એક યુઝરે લખ્યુ કે, આને ઉતારો બાળક ક્યાંક સમાધિ લઈ લેશે.આ સિવાય અન્ય યુઝર્સ પણ રમુજી પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.યુઝર્સને આ વીડિયો ખુબ પસંદ આવી રહ્યો છે.આ વીડિયોને અત્યાર સુધીમાં હજારો વ્યુઝ (Views)મળી ચૂક્યા છે.

 

આ પણ વાંચો : ચાલાક ચીનની દરેક હરકત પર ભારતની હવે ચાંપતી નજર, લદ્દાખમાં ચાર ઇઝરાયેલી હેરોન ડ્રોન તૈનાત રખાશે

આ પણ વાંચો : SCએ કહ્યું, વિજય માલ્યાની રાહ ન જોઈ શકાય, 18 જાન્યુઆરીએ અવમાનના કેસમાં સજા પર સુનાવણી

Next Article