ગોંડલમાં ધારાસભ્યનાં પુત્ર અને પાટીદાર નેતાઓ વચ્ચે જોવા મળ્યો રાજકીય ગરમાવો

ગોંડલમાં ધારાસભ્યનાં પુત્ર અને પાટીદાર નેતાઓ વચ્ચે જોવા મળ્યો રાજકીય ગરમાવો

| Edited By: | Updated on: Apr 26, 2025 | 7:10 PM

ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજાના એક નિવેદન બાદ પાટીદાર સમુદાયમાં રોષ ફેલાયો છે. આ વિવાદ પછી પાટીદાર નેતાઓએ 27 એપ્રિલે ગોંડલ આવવાનું જાહેર કર્યું છે.

ગોંડલ શહેરમાં હાલ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજાના એક નિવેદન બાદ પાટીદાર સમુદાયમાં રોષ ફેલાયો છે. આ વિવાદ પછી પાટીદાર નેતાઓએ 27 એપ્રિલે ગોંડલ આવવાનું જાહેર કર્યું છે.

પાટીદાર આગેવાન અલ્પેશ કથિરીયાએ પણ રવિવારે ગોંડલ પહોંચવાનું એલાન કર્યું છે. હાલ બંને તરફથી ગણેશ જાડેજા અને અલ્પેશ કથિરીયાના સમર્થકો વચ્ચે સોશિયલ મીડિયા પર પોસ્ટર યુદ્ધ ચાલી રહ્યું છે. એક તરફ ગણેશ જાડેજાના સમર્થનમાં પોસ્ટ્સ વાયરલ થઈ રહી છે, તો બીજી તરફ અલ્પેશ કથિરીયાના આગમન માટેની તૈયારી કરવામાં આવી રહી છે.

અલ્પેશ કથિરીયાએ કહ્યું છે કે “ગોંડલ કોઈની પેઢી નથી.” અલ્પેશ કથિરીયાએ વધુમાં કહ્યું કે, “અમે લોકોમાં રહેલા ભયના માહોલને દૂર કરવા ગોંડલ જઈશું.” તેમણે જણાવ્યું કે, તેઓ ગોંડલ આવીને સમર્થકોને હિંમત આપશે અને લોકોના હક્ક માટે અવાજ ઉઠાવશે. આજની પરિસ્થિતિ જોતા એવું લાગી રહ્યું છે કે, આગામી દિવસોમાં ગોંડલનું રાજકીય તાપમાન હજી વધી શકે છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us