PM નરેન્દ્ર મોદી કેરળના વાયનાડની મુલાકાતે, કર્યું હવાઈ નિરિક્ષણ, જુઓ Video

PM Modi At Wayanad : PM મોદીએ કન્નુરથી હેલિકોપ્ટર દ્વારા વાયનાડનું હવાઈ નિરીક્ષણ કર્યું. આ પછી વડાપ્રધાન મોદી ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારોમાં જશે અને બચાવ ટુકડીઓ પાસેથી બચાવ કામગીરી વિશે માહિતી મેળવશે.

| Updated on: Aug 11, 2024 | 1:31 PM

PM Modi At Wayanad : વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેરળના વાયનાડની મુલાકાતે પહોંચ્યા છે. અહીં PM મોદીએ ભૂસ્ખલનથી અસરગ્રસ્ત વિસ્તારોનું એરિયલ સર્વે કર્યો. PM મોદીએ કન્નુરથી હેલિકોપ્ટર દ્વારા વાયનાડનું હવાઈ નિરીક્ષણ કર્યું. કન્નુરથી મોદી સવારે 11.15 વાગ્યે ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટર દ્વારા વાયનાડ ગયા હતા.

બચાવ ટુકડીઓ પાસેથી બચાવ કામગીરી વિશે માહિતી મેળવશે

આ પછી વડાપ્રધાન મોદી ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારોમાં જશે અને બચાવ ટુકડીઓ પાસેથી બચાવ કામગીરી વિશે માહિતી મેળવશે. આ ઉપરાંત રાહત શિબિરો અને હોસ્પિટલોની પણ મુલાકાત લેશે. જ્યાં ભૂસ્ખલનના પીડિતો અને બચી ગયેલા લોકોને રાખવામાં આવ્યા છે. મહત્વનું છે કે ભૂસ્ખલન અને ભારે પૂરના કારણે અનેક ગામોમાં તારાજી સર્જાઇ છે. જેમાં 400થી વધુ લોકોના મોત થઇ ચૂક્યા છે.

તેઓ રોડ માર્ગે ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારોમાં ગયા

તેમણે માર્ગમાં ભૂસ્ખલન પ્રભાવિત ચુરામાલા, મુંડક્કાઈ અને પુંચીરીમટ્ટમ ગામોનું હવાઈ સર્વેક્ષણ કર્યું. મોદીએ તે સ્થળ પણ જોયું જ્યાંથી 30 જુલાઈના વિનાશની શરૂઆત થઈ હતી. ઇરુવાઝિંજી પુઝા નદી પણ આ સ્થાનથી શરૂ થાય છે.

PM મોદીનું હેલિકોપ્ટર વાયનાડના કાલપેટ્ટાની એક શાળામાં ઉતર્યું છે. જ્યાંથી તેઓ રોડ માર્ગે ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારોમાં ગયા. તેઓ ત્યાં રેસ્ક્યુ ઓપરેશનની માહિતી લેશે. ત્યારબાદ રાહત શિબિરો અને હોસ્પિટલોમાં ભૂસ્ખલન પીડિતો અને બચી ગયેલા લોકોને મળશે.

આ પછી વડા પ્રધાન અધિકારીઓ સાથે બેઠક કરશે. જ્યાં તેમને અકસ્માત અને બચાવ કામગીરી વિશે માહિતી આપવામાં આવશે. PM સાથે કેન્દ્રીય મંત્રી સુરેશ ગોપી પણ વાયનાડ ગયા છે.

Follow Us:
ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી પહોંચ્યા PM મોદી
ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી પહોંચ્યા PM મોદી
આ ગામમાં દરેક વ્યક્તિ પાસે છે પોતાનું વિમાન, રસપ્રદ છે કહાની
આ ગામમાં દરેક વ્યક્તિ પાસે છે પોતાનું વિમાન, રસપ્રદ છે કહાની
PM મોદી આજથી બે દિવસની ગુજરાત પ્રવાસે, અનેક વિકાસકામોની આપશે સોગાત
PM મોદી આજથી બે દિવસની ગુજરાત પ્રવાસે, અનેક વિકાસકામોની આપશે સોગાત
રિવાબા જાડેજા સહિતના લોકોએ ગણપતિ દાદા માટે બનાવ્યા 15,500 લાડું
રિવાબા જાડેજા સહિતના લોકોએ ગણપતિ દાદા માટે બનાવ્યા 15,500 લાડું
ખનીજચોરીની ફરિયાદ નોંધાવનારના ઘર પર ખનીજ માફિયાઓએ કર્યું ફાયરિંગ
ખનીજચોરીની ફરિયાદ નોંધાવનારના ઘર પર ખનીજ માફિયાઓએ કર્યું ફાયરિંગ
મેઘાણીનગરમાં ગુંડા તત્વો પર પોલીસે કરી કાર્યવાહી
મેઘાણીનગરમાં ગુંડા તત્વો પર પોલીસે કરી કાર્યવાહી
"વિપક્ષના એક મોટા નેતાએ PM બનવા માટેની કરી હતી ઓફર "- નીતિન ગડકરી
આ 4 રાશિના જાતકોના આવકના નવા સ્ત્રોતો વધવાના સંકેત
આ 4 રાશિના જાતકોના આવકના નવા સ્ત્રોતો વધવાના સંકેત
મધ્યપ્રદેશથી ગુજરાત લાવવામાં આવતા ડ્રગ્સનો પર્દાફાશ, 4 લોકોની ધરપકડ
મધ્યપ્રદેશથી ગુજરાત લાવવામાં આવતા ડ્રગ્સનો પર્દાફાશ, 4 લોકોની ધરપકડ
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટા છવાયા વરસાદની આગાહી
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટા છવાયા વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">