PM Modi આજથી ત્રણ દેશની મુલાકાતે, 19થી 21 મે સુધી જાપાનમાં જી-7 શિખર સંમેલનમાં સામેલ થશે
વડાપ્રધાન મોદીની આ મુલાકાત પાછળની કુટનીતિની વાત કરીએ તો ચીનના વધતા પડકારને જોતા ભારત સરકારે પણ પોતાની રણનીતિ બનાવવાનું શરૂ કરી દીધું છે. આ વ્યૂહરચના હેઠળ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગામી મુલાકાત ઘણી મહત્વની છે. વાસ્તવમાં ભારત પ્રશાંત મહાસાગર ક્ષેત્રમાં પોતાની હાજરીને મજબૂત કરવા માટે કામ કરી રહ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi) આજથી ત્રણ દેશની મુલાકાતે જવાના છે.આ દેશમાં જાપાન,(Japan) ઓસ્ટ્રેલિયા (Australia)અને પાપુઆ ન્યૂ ગિનીનો સમાવેશ થાય છે.. પીએમ 19થી 21 મે સુધી જાપાનમાં જી-7 શિખર સંમેલનમાં સામેલ થશે. હિરોશીમામાં થનારી આ બેઠક માટે જાપાનના વડાપ્રધાન ફૂમિયો કિશિદાએ પોતાના સમકક્ષને આમંત્રણ મોક્લયું છે.. વિદેશ સચિવે માહિતી આપી કે, હિરોશિમામાં તેઓ જાપાનના પીએમ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. વિદેશ મંત્રાલયે કહ્યું કે ત્યારબાદ વડાપ્રધાન પાપુઆ ન્યૂ ગિનીમાં પોર્ટ મોરેસ્બી જશે.
પીએમ મોદી 22થી 24 મે સુધી ઓસ્ટ્રેલિયાના સિડની જશે
અહીં તેઓ 22 મેના રોજ ઈન્ડો-પેસિફિક આઈલેન્ડ કોઓપરેશન ફોરમના ત્રીજા શિખર સંમેલનનું આયોજન કરશે. ઇન્ડો-પેસિફિક આઇલેન્ડ્સ કોઓપરેશન ફોરમમાં ભારત અને 14 પેસિફિક આઇલેન્ડ્સ દેશોનો સમાવેશ થાય છે. અંતમાં પીએમ મોદી 22થી 24 મે સુધી ઓસ્ટ્રેલિયાના સિડની જશે. તેઓ 24 મેના રોજ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. પીએમ અહીં બિઝનેસ લીડર્સ સાથે વાતચીત કરશે. તેઓ 23મી મેના રોજ સિડનીમાં ભારતીય લોકોને સંબોધિત કરશે. આ કાર્યક્રમમાં પીએમ મોદી સાથે ઓસ્ટ્રેલિયાના પીએમ અલ્બેનીઝ પણ ભાગ લેશે.
ચીનના વધતા પડકારને જોતા ભારત સરકારે પણ પોતાની રણનીતિ બનાવવાનું શરૂ કરી દીધું
વડાપ્રધાન મોદીની આ મુલાકાત પાછળની કુટનીતિની વાત કરીએ તો ચીનના વધતા પડકારને જોતા ભારત સરકારે પણ પોતાની રણનીતિ બનાવવાનું શરૂ કરી દીધું છે. આ વ્યૂહરચના હેઠળ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગામી મુલાકાત ઘણી મહત્વની છે. વાસ્તવમાં ભારત પ્રશાંત મહાસાગર ક્ષેત્રમાં પોતાની હાજરીને મજબૂત કરવા માટે કામ કરી રહ્યું છે. તમને જણાવી દઈએ કે હિંદ મહાસાગર ક્ષેત્રમાં ભારતનો હંમેશા પ્રભાવ રહ્યો છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી ચીન આ ક્ષેત્રમાં ભારતના વર્ચસ્વને પડકારી રહ્યું છે.
પાપુઆ ન્યુ ગિનીમાં સમિટમાં પ્રશાંત મહાસાગરના 14 દેશોના પ્રતિનિધિઓ ભાગ લેશે
આ માટે ચીન પાકિસ્તાનની નેવીને મજબૂત કરી રહ્યું છે. અન્ય ઘણા દેશો સાથે સહકાર વધારવાની સાથે તે ત્યાં પોતાની નૌકાદળની ગતિવિધિઓ પણ વધારી રહ્યું છે. હકીકતમાં, ભારત પ્રશાંત મહાસાગરના 14 દેશો સાથે સહયોગ વધારી રહ્યું છે. ચીનને ઘેરવામાં પેસિફિક મહાસાગર ખૂબ જ મહત્વપૂર્ણ છે. પાપુઆ ન્યુ ગિનીમાં યોજાનારી સમિટમાં પ્રશાંત મહાસાગરના તમામ 14 દેશોના પ્રતિનિધિઓ ભાગ લેશે. આ બેઠક દરમિયાન ભારત આ દેશો સાથે બાંધકામ અને આપત્તિ વ્યવસ્થાપન ક્ષેત્રે પ્રાપ્ત કરેલી ક્ષમતાઓને શેર કરશે. આ સિવાય ભારત આ દેશો સાથે આર્થિક અને સાંસ્કૃતિક સહયોગ વધારવાની યોજના પર પણ કામ કરી રહ્યું છે.
પીએમ મોદીની મુલાકાતની ખાસ વાતો
- પીએમ મોદી 3 સમિટમાં ભાગ લેશે- Quad,FIPIC અને G7
- પીએમ મોદી 40 થી વધુ કાર્યક્રમોમાં હાજરી આપશે
- પીએમ મોદી શિખર સંમેલનમાં તેમજ દ્વિપક્ષીય બેઠકો દ્વારા 2 ડઝનથી વધુ વિશ્વ નેતાઓ સાથે વાર્તાલાપ કરશે
- પીએમ મોદી બિઝનેસ લીડર્સ, મહાનુભાવો, વિદ્વાનો અને ભારતીય સમુદાયના સભ્યોને પણ મળશે
- પીએમ મોદી ઓસ્ટ્રેલિયાના PM સાથે સિડનીમાં ભારતીય ડાયસ્પોરાના હજારો સભ્યોને સંબોધિત કરશે
- પીએમ મોદીની મુલાકાતમાં સંસ્કૃતિથી લઈને વાણિજ્ય અને ડાયસ્પોરાથી લઈને રાજદ્વારી સુધીના ઘણા કાર્યક્રમો છે