હવે મુસ્લિમલીગી માઓવાદી કોંગ્રેસ બની ગઈ છે, પક્ષમાં મોટુ ભંગાણ સર્જાશે, જુઓ Video

હવે મુસ્લિમલીગી માઓવાદી કોંગ્રેસ બની ગઈ છે, પક્ષમાં મોટુ ભંગાણ સર્જાશે, જુઓ Video

| Edited By: | Updated on: Nov 14, 2025 | 8:40 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, બિહાર વિધાનસભાની ચૂંટણીમાં એનડીએની ભવ્ય જીત બાદ, દિલ્હી સ્થિત ભાજપના મુખ્ય કાર્યાલયે, ભાજપના કાર્યકરોને સંબોધન કર્યું હતું. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ગરદા ઉડા દીયા, મખાનાની ખીર ઘરે ઘરે બનશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, બિહાર વિધાનસભાની ચૂંટણીમાં એનડીએની ભવ્ય જીત બાદ, દિલ્હી સ્થિત ભાજપના મુખ્ય કાર્યાલયે, ભાજપના કાર્યકરોને સંબોધન કર્યું હતું. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ગરદા ઉડા દીયા, મખાનાની ખીર ઘરે ઘરે બનશે. અમે તો જનતા જનાર્દનના સેવક છીએ. મહેનતથી જનતાનુ દિલ ખુશ કરતા રહીએ છીએ. જનતા જનાર્દનનું દિલ ચોરીને બેઠા છીએ એટલા માટે પૂરા બિહારે બતાવ્યુ કે ફરી એક વાર એનડીએ સરકાર.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપ કાર્યાલય ખાતે ભાજપના કાર્યકર્તાને સંબોધતા કહ્યું કે, લોખંડ લોખંડને કાપે એ કહેવત છે. તેને લઈને તુષ્ટીકરણવાળા પક્ષોએ MY માય ફોર્મ્યુલા બનાવી હતી. પરંતુ બિહારે નવી ફોર્મ્યુલા M Y એટલે કે મહિલા અને યુથ ફોર્મ્યુલા આપી છે.

કોંગ્રેસ ક્યારેય પાછી નહીં આવેઃ પીએમ મોદી

જગલ રાજ, કટ્ટા રાજની વાત કરતો હતો ત્યારે આરજેડી ક્યારેય વિરોધ નહોતા કરતા પણ કોંગ્રેસ વિરોધ કરતુ હતું, પરંતુ હવે એ પાછુ નહીં આવે. બિહારના લોકોએ વિકસીત, સમુદ્ધ બિહાર માટે મતદાન કર્યું હતું. મે આગ્ર્હ રાખ્યો હતો કે વિક્રમી મતદાન કરો, અને બિહારના લોકોએ તમામ વિક્રમો તોડી નાખ્યા.

કોંગ્રેસ આજે MMC મુસ્લિમલીગી, માઓવાદી કોંગ્રેસ બની ગઈ છે, તેથી જ કોંગ્રેસની અંદર હવે એક ભડાસ નીકળી રહી છે. કોંગ્રેસના નામદાર પ્રત્યે નિરાશા, નારાજગી પ્રવર્તી રહી છે. મને આશંકા છે કે, કોંગ્રેસમાં ભંગાણ પડશે અને મોટા ભાગલા સર્જાશે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Nov 14, 2025 08:40 PM