PGP 2024 : ફિલ્મ જગતની મેન સ્ટ્રીમને ગુજરાતીઓએ જાળવી રાખી છે – જયંતિલાલ ગડા

| Updated on: Feb 10, 2024 | 3:50 PM

TV9 નેટવર્ક અને એસોસિએશન ઓફ ઇન્ડિયન અમેરિકન્સ ઈન નોર્થ અમેરિકા (AIANA) દ્વારા આયોજિત પ્રવાસી ગુજરાતી પર્વમાં દેશ અને દુનિયાની અનેક નામાંકિત હસ્તીઓ ભાગ લઈ રહી છે. આજે વિશ્વભરમાં ફેલાયેલા દિગ્ગજ ગુજરાતીઓ એક જ છત નીચે એક મંચ પર જોવા મળ્યા છે.

TV9 નેટવર્ક અને એસોસિએશન ઓફ ઇન્ડિયન અમેરિકન્સ ઈન નોર્થ અમેરિકા (AIANA) દ્વારા આયોજિત પ્રવાસી ગુજરાતી પર્વમાં દેશ અને દુનિયાની અનેક નામાંકિત હસ્તીઓ ભાગ લઈ રહી છે. આજે વિશ્વભરમાં ફેલાયેલા દિગ્ગજ ગુજરાતીઓ એક જ છત નીચે એક મંચ પર જોવા મળ્યા છે. અમદાવાદમાં આજે પ્રવાસી ગુજરાતી પર્વનું આયોજન કરવામાં આવ્યુ છે, જેમાં વિશ્વના 40 દેશમાંથી મહાનુભાવો ઉપસ્થિત રહ્યા છે.

આ પણ વાંચો : PGP 2024 : ઓસ્ટ્રેલિયાના પોલિટીશિયન જુલિયાએ ગુજરાતી કલ્ચર અને ન્યુઝીલેન્ડના માઈકલ વુડે કહ્યું-વિજ્ઞાન ક્ષેત્રે ભારત આગળ વધ્યું છે

પ્રવાસી ગુજરાતી પર્વના બીજા સેશનમાં બોલિવૂડના નિર્માતા જયંતિલાલ ગડા જોડાયા હતા. તેમણે કહ્યુ કે, ખુબ ખુશી થઈ કે ટીવી9 દ્વારા આ કાર્યક્રમનું આયોજન કર્યું છે. દેશ વિદેશથી પ્રવાસીઓ ગુજરાત આવ્યા છે. ડીજીટલ ટેકનોલોજીથી આજે આખી દુનિયા બદલાઈ ગઈ છે. અમે 2832 ફિલ્મો રિલિઝ કરી છે. તેમણે કહ્યુ કે, ઝી ચેનલને પણ ઉભી કરવામાં અમારો હાથ છે. 1000 ફિલ્મો બને છે જેમાં થી 5 ટકા હીટ જાય બાકી બધી ફેલ થઈ જાય ત્યારે આ કામ તો ચાલતુ રહેવાનું છે.