Breaking News : પાકિસ્તાનના રક્ષાપ્રધાને રડમસ અવાજે કહ્યું – ભારત સામે યુદ્ધ કર્યા વિના અમારી પાસે બીજો કોઈ રસ્તો જ નથી, જુઓ વીડિયો

| Edited By: | Updated on: May 09, 2025 | 8:52 PM

પાકિસ્તાનના રક્ષા પ્રધાન ખ્વાજા આસિફે જે રીતે રડમસ અવાજે કહ્યું કે હવે અમારી પાસે યુદ્ધ કર્યા વિના છુટકો જ નથી. તેના પરથી જ ખબર પડે છે કે, ભારતે કેવી રીતે પાકિસ્તાનને ખોખરું કર્યું છે. પાકિસ્તાને ચીન, તુર્કિયે પાસેથી ભાડેથી લીધેલા હથિયારોથી ભારત પર હુમલો કરી રહ્યું છે. જ્યારે ભારત પોતાના શસ્ત્રોનો ઉપયોગ કરીને પાકિસ્તાનને તોબા પોકરાવી રહ્યું છે. 

India Pakistan War : પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાને સ્થાનિક ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યુંમાં ચોકાવનારો ખુલાસો કરતા કહ્યું છે કે, પાકિસ્તાન પાસે ભારત સામે યુદ્ધ કર્યા વિના હવે કોઈ રસ્તો જ બચ્યો નથી. સ્થાનિક ન્યૂઝ ચેનલની એન્કરે પુછેલા એક સવાલનો ખૂબ જ ઢીલા અવાજે જવાબ આપતા પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે કહ્યું કે, ભારત પાછલા ચાર દિવસથી જે પ્રકારે આક્રમક રીતે વર્તી રહ્યું છે તે જોતા હવે પાકિસ્તાન પાસે પૂર્ણ યુદ્ધમાં ઉતરવા વિના કોઈ જ રસ્તો બચ્યો નથી.

પાકિસ્તાનની સ્થાનિક ન્યૂઝ ચેનલની મહિલા એન્કર જ્યારે રક્ષા પ્રધાન ખ્વાજા આસિફને, ભારતને કેવી રીતે વળતો જવાબ આપશો તેવા પુછેલા પ્રશ્નના જવાબમાં ખ્વાજાએ કહ્યું કે, એ તો મિલિટરી સ્ટ્રેટજી છે. ભારતને કેવી રીતે જવાબ આપવો તે મિલિટરી નક્કી કરશે.

જો કે, પાકિસ્તાનના રક્ષા પ્રધાન ખ્વાજા આસિફે જે રીતે રડમસ અવાજે કહ્યું કે હવે અમારી પાસે યુદ્ધ કર્યા વિના છુટકો જ નથી. તેના પરથી જ ખબર પડે છે કે, ભારતે કેવી રીતે પાકિસ્તાનને ખોખરું કર્યું છે. પાકિસ્તાને ચીન, તુર્કિયે પાસેથી ભાડેથી લીધેલા હથિયારોથી ભારત પર હુમલો કરી રહ્યું છે. જ્યારે ભારત પોતાના શસ્ત્રોનો ઉપયોગ કરીને પાકિસ્તાનને તોબા પોકરાવી રહ્યું છે.

ઓપરેશન સિંદુર તેમજ ભારત પાકિસ્તાન ને લગતા અન્ય સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો