Operation Sindoor : ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાન સામે નોન-મિલિટરી એક્શન યથાવત

Operation Sindoor : ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાન સામે નોન-મિલિટરી એક્શન યથાવત

| Updated on: May 12, 2025 | 4:09 PM

ઓપરેશન સિંદૂર શરૂ થતા જ ભારતે પાકિસ્તાન સામે નોન-મિલિટરી હુમલો શરૂ કર્યો છે. આ હુમલો હવે પાકિસ્તાનને ક્યાંયનું નહી રાખે. જાણો નોન-મિલિટરી હુમલા પર ભાજપ પ્રવક્તાએ શું કહ્યું.

ઓપરેશન સિંદૂર શરૂ થતા જ ભારતે પાકિસ્તાન સામે નોન-મિલિટરી હુમલો શરૂ કર્યો છે. પાકિસ્તાનના આતંકવાદી વલણને ભારતે સિંધુ જળ સંધિ હેઠળ પાણી ન આપવાનું જાહેર કર્યું છે.

પ્રેસ કોન્ફરન્સમાં ભાજપ પાર્ટીના પ્રવક્તા સમ્બિત પાત્રાએ જણાવ્યું કે, ભારત હવે પાકિસ્તાનને પાણી સપ્લાય કરશે નહીં. ખાસ કરીને જેલમ, ચેનાબ, રાવી, સતલજ અને બિયાસ જેવી મહત્વની નદીઓ ઉપરથી પાકિસ્તાનને મળતું પાણી બંધ કરવામાં આવશે.

આખું પાકિસ્તાન લગભગ 90% પીવાનું પાણી અને 80% કૃષિ સિંધુ નદી પર નિર્ભર છે. જો પાણી બંધ થશે તો પાકિસ્તાનની અર્થવ્યવસ્થા અને કૃષિ ક્ષેત્ર પર ભારે અસર પડશે. આ સિવાય વીજ પુરવઠો ઘટશે તેમજ પાક ઉત્પાદનમાં ઘટાડો આવશે. વધુમાં જોઈએ તો, પાકિસ્તાનની GDP પણ ડામાડોલ થઈ જશે.

સંબિત પાત્રાએ એ પણ કહ્યું કે, લદ્દાખ, જમ્મુ-કાશ્મીર, પંજાબ અને હરિયાણા જેવા રાજ્યોને હાઇડ્રોપાવર, રિઝર્વ ઓઇલ અને ઇરિગેશનમાં મોટો લાભ મળશે.

ભારતે પાકિસ્તાન સાથે ટ્રેડ ડીલ સંપૂર્ણ રીતે બંધ કરી દીધો છે અને અટારી-વાઘા બોર્ડર પણ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ તમામ પગલાંઓ પાકિસ્તાનને પાયાવિહોણું બનાવશે અને ત્યાંની પરિસ્થિતિ વધુ ખરાબ થશે.

‘જય હિન્દ જય ભારત’

7 મે 2025 ના રોજ ભારતીય સેનાએ “ઓપરેશન સિંદૂર” હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર સ્થિત નવ આતંકવાદી ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરી છે. એરસ્ટ્રાઈક અંગેના વધારે સમાચાર માટે અમારા ટોપિકને ક્લિક કરો.