છોકરા-છોકરીઓ 2025માં લગ્ન માટે પૂછશે કંઈક આવા પ્રશ્નો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો ફની Video
વર્તમાન સમયમાં નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી તમામ લોકો સોશિયલ મીડિયાના કેન્ટેન્ટ ક્રિયેટર તરીકે કામ કરતા હોય છે. કેટલાક કેન્ટેન્ટ ક્રિયેટર સોશિયલ મીડિયા પર ફની વીડિયો બનાવતા હોય છે.
વર્તમાન સમયમાં નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી તમામ લોકો સોશિયલ મીડિયાના કન્ટેન્ટ ક્રિયેટર તરીકે કામ કરતા હોય છે. કેટલાક કન્ટેન્ટ ક્રિયેટર સોશિયલ મીડિયા પર ફની વીડિયો બનાવતા હોય છે. તો કેટલાક કેન્ટેન્ટ ક્રિયેટર ડાન્સ સહિત અન્ય DIYના વીડિયો શેર કરતા હોય છે. ત્યારે સોશિયલ મીડિયા પર લગ્ન પહેલા છોકરા-છોકરી એકબીજાને પહેલી વાર મળે ત્યારે કેવા પ્રશ્નો પુછશે તે વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
વીડિયોને મળી લાખોમાં લાઈક્સ
નાના બાળકો દ્વારા એક ફની રીલ્સ બનાવવામાં આવી છે. જેમાં તેઓ દર્શાવી રહ્યાં છે કે 2025માં છોકરી અને છોકરા માટે સગાઈ કરવા જાય ત્યારે શું પુછશે તેને લગતા પ્રશ્નો પુછ્યા છે. ત્યારે છોકરાઓ ફની રીતે દર્શાવ્યુ છે કે આજકાલ યુવાનોમાં સોશિયલ મીડિયાનો ચસકો કેટલો વધી રહ્યો છે.સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોએ યુઝર્સના દિલ જીતી લીધા છે. તેમજ અત્યાર સુધી આ વીડિયો પર લાખોમાં લાઈક આવી ગઈ છે. જ્યારે અનેક યુઝર્સે કોમેન્ટ કરી છે.