NDAને મોદીના નેતૃત્વમાં વિશ્વાસ, બેઠકમાં PM મોદીને NDAના નેતા તરીકે ચૂંટ્યા

|

Jun 05, 2024 | 6:53 PM

PMના નિવાસસ્થાને મળેલી બેઠકમાં તમામ સાથી પક્ષોએ NDAને સમર્થનનો પત્ર સોંપ્યો છે. આ સાથે એ સ્પષ્ટ થઈ ગયું છે કે એનડીએ આજે ​​જ સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. તો આ બેઠકમાં NDAએ ફરી એકવાર સર્વસંમતિથી PM મોદીને તેમના નેતા તરીકે પસંદ કર્યા છે.

NDAએ ફરી એકવાર સર્વસંમતિથી PM મોદીને તેમના નેતા તરીકે પસંદ કર્યા છે. બુધવારે PMના નિવાસસ્થાને મળેલી બેઠકમાં તેનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવ પર 21 નેતાઓના હસ્તાક્ષર છે. જેમાં TDPના વડા ચંદ્રબાબુ નાયડુ અને JDUના નિતીશ કુમારનો સમાવેશ થાય છે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે એનડીએ આજે ​​સાંજે સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે.

NDAના સાંસદો 7 જૂને રાષ્ટ્રપતિને મળશે. રાષ્ટ્રપતિએ NDAના નેતાઓેને મળવા માટે સાંજે 5થી 7નો સમય આપ્યો છે. NDAના પક્ષો સાથે અમિત શાહ વાત કરશે. તો રાજનાથસિંહ અને નડ્ડા પણ NDAના નેતાઓ સાથે ચર્ચા કરશે. પીએમના નિવાસસ્થાને મળેલી બેઠકમાં તમામ સાથી પક્ષોએ NDAને સમર્થનનો પત્ર સોંપ્યો છે. આ સાથે એ સ્પષ્ટ થઈ ગયું છે કે એનડીએ આજે ​​જ સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. રાષ્ટ્રપતિ સાથે મુલાકાત સમયે પીએમ મોદી સાથે નાયડુ અને નીતિશ કુમાર પણ હોઈ શકે છે.

Next Video