Mumbai: ગોરેગાંવમાં આવેલી ફિલ્મ સિટીમાં ઘૂસ્યો દીપડો, લોકો જીવ બચાવવા ભાગ્યા, જુઓ Video

| Edited By: | Updated on: Jul 17, 2023 | 5:56 PM

દીપડો જે સમયે ફિલ્મ સિટીમાં આવ્યો તે સમયે સેટ પર 200થી વધુ લોકો હાજર હતા. અજૂની સિરિયલના સેટ પર શૂટિંગ ચાલી રહ્યું હતું ત્યારે દીપડો ફિલ્મ સિટીમાં (Film City) પ્રવેશ્યો હતો.

મુંબઈના (Mumbai) ગોરેગાંવમાં આવેલી ફિલ્મ સિટીમાં એક દીપડો ઘૂસી ગયો હતો જેને લઈ હોબાળો મચી ગયો હતો. દીપડો જે સમયે ફિલ્મ સિટીમાં આવ્યો તે સમયે સેટ પર 200થી વધુ લોકો હાજર હતા. અજૂની સિરિયલના સેટ પર શૂટિંગ ચાલી રહ્યું હતું ત્યારે દીપડો ફિલ્મ સિટીમાં (Film City) પ્રવેશ્યો હતો. સિરિયલના સેટ પર દીપડો ઘૂસી જતા સમગ્ર સેટ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ દરમિયાન દીપડાએ સેટ પર એક કૂતરાને પોતાનો શિકાર બનાવ્યો હતો.

દીપડાએ એક કૂતરા પર હુમલો કર્યો

ફિલ્મના સેટ પર દીપડા ઘૂસ્યાનો એક વીડિયો સામે આવ્યો છે જે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે દીપડો અજૂની સિરિયલના સેટ પર બિન્દાસ ફરી રહ્યો છે. દીપડાએ સેટ પર એક કૂતરા પર હુમલો કર્યો અને તેને મારી નાખ્યો હતો. સેટ પર દીપડો ઘૂસી જતાં ગભરાટનું વાતાવરણ ફેલાઈ ગયું હતું.

આ પણ વાંચો : દેશના આ એરપોર્ટ પર 20 રખડતા શ્વાનને મળ્યો ‘આધાર’, QR કોડ ગળામાં લટકશે, જાણો કારણ

ફિલ્મ સિટીમાં અજગર ઘુસી ગયો હતો

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તાજેતરમાં જ મુંબઈના ફિલ્મ સિટીમાં એક TV શોમાં એક અજગર ઘુસી ગયો હતો. તે પહેલા પણ અહીં એક દીપડો પણ જોવા મળ્યો હતો. ત્યારબાદ તેને બચાવીને જંગલમાં મોકલવામાં આવ્યો હતો. આ દરમિયાન થોડીવાર માટે સેટ પર અરાજકતાનો માહોલ જોવા મળ્યો હતો.

મહારાષ્ટ્રના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો