Morbi News: પૂર્વ MLA કગથરા આવ્યા જયસુખ પટેલના સમર્થનમાં, કહ્યું સરકાર તેમને બનાવી રહી છે હોળીનું નાળિયેર, જુઓ Video
ઝૂલતા પુલ દુર્ઘટના મામલે જયસુખભાઈ પટેલને સરકાર હોળીનું નાળિયેર બનાવી રહી હોવાની વાત ટંકારા-પડધરીના પૂર્વ ધારાસભ્ય લાલિતભાઈ કગથરા કરી રહ્યા છે. તેમણે એવું પણ કહ્યું હતું કે હું આ ઘટના બની ત્યારથી કહી રહ્યો છું કે જયસુખભાઈ પટેલ નિર્દોષ છે. લલિતભાઈ એ SIT ગુજરાત સરકારની રચેલી હોવાનું અને તેમના ધારણા મુજબ જયસુખભાઈને દોષિત બતાવવામાં આવ્યા છે.
Morbi News: ઝૂલતા પુલ દુર્ઘટના મામલે જયસુખભાઈ પટેલને સરકાર હોળીનું નાળિયેર બનાવી રહી હોવાની વાત ટંકારા-પડધરીના પૂર્વ ધારાસભ્ય લાલિતભાઈ કગથરા કરી રહ્યા છે. તેમણે એવું પણ કહ્યું હતું કે હું આ ઘટના બની ત્યારથી કહી રહ્યો છું કે જયસુખભાઈ પટેલ નિર્દોષ છે.
લલિતભાઈ એ SIT ગુજરાત સરકારની રચેલી હોવાનું અને તેમના ધારણા મુજબ જયસુખભાઈને દોષિત બતાવવામાં આવ્યા છે. જયસુખભાઈએ મોરબીને વિરાસતમાં મળેલ મોરબીની અસ્મિતાને બચાવવા માટે પોતાના પૈસા રોક્યા હતા એને ટિકિટમાંથી કમાવવાના કોઈ અભરખા ન હતા એવું પણ કહ્યું હતું.
લલિતભાઈએ કહ્યું હતું કે, જ્યારથી આ ઘટના બની છે ત્યારથી હું કહેતો આવ્યો છું કે જયસુખભાઈ પટેલ નિર્દોષ છે. દોષીઓને પકડો જેતે સમયના કલેક્ટર અને ચીફ ઓફિસર જેને પરમિશન આપી છે, એ લોકોની સામે આજ તારીખ સુધી કોઈ કાર્યવાહી થતી નથી.
જયસુખભાઈનો કોઈ કમાવવા માટેનો મોટિવ નહોતો
SIT ગુજરાત સરકારે રચેલી છે એ ધારે એ તપાસ કરી શકે એની ધારણાથી એની તપાસમાં જયસુખભાઈને દોષી બતાવ્યા છે. હું સ્પષ્ટપણે માનું છું કે જયસુખ પટેલને એવી કોઈ ટિકિટના અભરખા ન હતા જયસુખભાઈ અને તેમના પિતાએ કરોડો રૂપિયાના દાન કર્યા છે. જયસુખભાઈનો કોઈ કમાવવા માટેનો મોટિવ ન હતો.
સરકાર જયસુખભાઈને ખોટી રીતે ફિટ કરી રહી છે
એણે તો મોરબીને જે વારસામાં પુલ મળ્યો હતો એ મોરબીની અસ્મિતાને બચાવવા માટે એણે ઝૂલતા પુલમાં પોતાના પૈસા રોક્યા હતા. આ મોરબીનો એમણે ભેટ આપી હતી. કમનસીબે દુર્ઘટના બની. કોઈ મોટી હોસ્પિટલ બનાવે એમા દાન આપે ન કરે નારાયણ અને એમાં આગ લાગે અને માણસો મરી જાય તો એમાં દાન દેવા વારા નો વાંક, કાલે હું બહુ મોટું જમણવાર કરવા જઈ રહ્યો છું અને તેમાં ગરોળી પડી જાય અને માણસોને ફૂડ પોઇઝન થઈ જાય અને 50 માણસો મરી જાય તો મેં જમણવાર કર્યો એનો વાંક આ સરકાર જયસુખભાઈને ખોટી રીતે ફિટ કરી રહી છે હું સ્પષ્ટપણે માનું છું કે જયસુખભાઈ નિર્દોષ છે નિર્દોષ છે અને નિર્દોષ છે.
મોરબી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
(With Input Credit- Rajesh Ambaliya morbi)