MONEY9: મોટી ઉંમરે જ ટર્મ વીમો લેવો કે અત્યારથી ? ટર્મ વીમાના ઉંમર સાથેના ફાયદા સમજો આ વીડિયોમાં
ટર્મ વીમો તમારા મૃત્યું પર તમારા પરિવારને એક મોટી નાણાકીય સુરક્ષા આપે છે. ટર્મ વીમો લેવા માટે તમારે મોટી ઉંમરના થવા સુધી રાહ જોવાની નથી. તમે નાની ઉંમરે જ ટર્મ વીમો લો તે સલાહભર્યું છે, કારણકે જેમ તમારી ઉંમર વધશે તેમ પ્રિમિયમ વધશે.
દીપકને હજુ હમણાં જ આઈટી કંપનીમાં નોકરી મળી છે. તેમના પારિવારિક આર્થિક સલાહકારે તેમને એક ટર્મ વીમો (TERM INSURANCE) લેવાની સલાહ આપી છે. પણ દીપકનો તર્ક છે કે, ના તો મારા લગ્ન થયા છે અને ના તો મારા પર કોઈ જવાબદારી (RESPONSIBILITY) છે. તો પછી હું ટર્મ પોલીસી (POLICY)નું શું કરીશ ? જો તમે પણ દીપકની વાતથી સહમત છો તો જરા ચેતી જજો. કારણ કે, ટેક્સ અને ઇન્વેસ્ટમેન્ટ એક્સપર્ટ તમારા આ તર્કથી સહતમ નથી. તેમની સલાહ છે કે, જો તમારા માથે અત્યારે જવાબદારી નથી, તો તેનો અર્થ એ નથી કે, ભવિષ્યમાં પણ નહીં હોય.
ભવિષ્યમાં તમને ટર્મ ઇન્શ્યોરન્સ આટલા ઓછા પ્રીમિયમ પર મળશે તેની પણ કોઈ ગેરન્ટી નથી. એટલે ટર્મ ઇન્શ્યોરન્સ વહેલો લેવો સમજદારી છે. કોરોનાએ તો એ સમજાવી જ દીધું છે કે મોટી બીમારી યુવા અને વડીલો વચ્ચે કોઈ ભેદ નથી કરતી. જો તમે પહેલેથી જ કોઈ બીમારીથી પીડાઈ રહ્યાં છો, તો તમને ટર્મ વીમો લેવામાં ચોક્કસપણે મુશ્કેલી પડશે અને તે મોંઘો પણ હશે. એટલે જ સમજદારી તેમાં છે કે, તમે નાની ઉંમરમાં જ, નોકરીએ લાગો ત્યારથી જ ટર્મ ઇન્શ્યોરન્સ લઇ લો.
આ પણ જુઓ
MONEY9: જો તમે કરશો આ કામ તો તમારે ક્યારેય કોઈ જોડે નહીં ફેલાવવો પડે હાથ, જુઓ આ વીડિયો
આ પણ જુઓ