MONEY9: તમે પરણિત છો? તાત્કાલિક તમારી પત્ની કે સંતાનોને નોમીની બનાવો, નહીં તો પસ્તાશો

|

Mar 07, 2022 | 5:06 PM

તમે બચત કરો છો, વીમા લો છો. કોના માટે? પરિવાર માટે જ ને? પરંતુ તમારા અવસાન બાદ પૈસા તમારા પરિવારના કામમાં ના આવે તો? તમારા પૈસા ગયા પાણીમાં. આવું તમારી સાથે ના થાય તે માટે જુઓ આ આખો વીડિયો.

કેટલાક લોકો નોમીની (NOMINEE) બાબતે બહુ ગંભીર નથી જણાતા. તેઓ એમ જ વિચારે છે કે મને શું થવાનું છે? પરંતુ આ તમારી એક ગંભીર ભૂલ છે. એવા ઘણા લોકો છે, જે લગ્ન પહેલાં તેમની પ્રોપર્ટી, વીમા પોલીસી (INSURANCE POLICY) તેમજ રોકાણ (INVESTMENT) સહિતની સંપત્તિમાં ગમે તેને નૉમિની બનાવી દે છે અને લગ્ન પછી નામ અપડેટ નથી કરાવતા. પછી જ્યારે આકસ્મિક દુર્ઘટના થાય તો તેના માઠાં પરિણામનો ભોગ પરિવાર બને છે.

આજના જમાનામાં પૈસો તો પરમેશ્વર નથી પણ પૈસાનું મહત્વ ખૂબ વધી ગયું છે અને કોઈ પણ વ્યક્તિના જીવનમાં ખરાબ સમય ક્યારે દસ્તક દે તેની ખબર પડતી નથી. ભાગદોડ ભરેલી જિંદગીમાં કોઈની પણ સાથે અણધારી ઘટના બની શકે છે. જો કોઈ કમાઉ વ્યક્તિનું દુર્ઘટનામાં મૃત્યુ થઈ જાય તો તેના પરિવાર પર આફતોનો પહાડ તૂટી પડે છે અને તેમાં પણ દિવંગતની જીવનસંગિનીએ પારાવાર પરેશાનીમાંથી પસાર થવું પડે છે.

જો પત્નીના નામે કોઈ રોકાણ કે સંપત્તિ નહીં હોય તો તેનું સંકટ વધુ ઘેરું બની જાય છે. આવી પરિસ્થિતિમાંથી બચવા માટે લગ્ન બાદ મહિલાઓએ તેમના જીવનસાથીને રોકાણ માટે પ્રોત્સાહિત કરવા જોઈએ. પતિને રોકાણ માટે પ્રેરિત કરતી વખતે એક વાતનું પણ ધ્યાન રાખો કે રોકાણનો વ્યાપ પતિની આવકની મર્યાદાની અંદર રહેવો જોઈએ. પતિની પણ જવાબદારી છે કે તે પોતાની પ્રોપર્ટી, વીમા પૉલિસીઓ, મ્યુચ્યુઅલ ફંડ્સ અને અન્ય તમામ પ્રકારના રોકાણમાં પત્નીનું નામ નૉમિની તરીકે નોંધાવે. તમારા આ પ્રયાસથી જીવનસાથીના મનમાં પ્રવર્તતી અસુરક્ષાની ચિંતા તો દૂર થશે જ સાથે સાથે આર્થિક રીતે તેનું ભવિષ્ય પણ સુરક્ષિત થઈ જશે.

 

આ પણ જુઓ: જીવન વીમામાં સમજો ‘રાઇડર’નો ખેલ

આ પણ જુઓ:  ગૃહિણી માટે અલગથી જીવન વીમો જરૂરી

Next Video