MONEY9: શેરબજારમાંથી થતી કમાણી પરનો ટેક્સ બચાવવો છે? જાણો ટિપ્સ આ વીડિયોમાં

|

Mar 10, 2022 | 5:29 PM

કોઈ એક નાણાકીય વર્ષમાં એક લાખ રૂપિયાથી ઓછા નફા પર ટેક્સ નથી લાગતો. પરંતુ આ એક લાખ રૂપિયાની લિમિટની ઉપર જે પણ LTCG તમે પ્રાપ્ત કરો છો, તેની પર 10 ટકા ટેક્સ આપવાનો હોય છે.

સારા ટેક્સ પ્લાનિંગથી શેર બજાર (STOCK MARKET)થી મળનારા રિટર્ન (RETURN)ને વધારી શકાય છે. ટેક્નિકલ ભાષામાં આને ટેક્સ હાર્વેસ્ટિંગ (TAX HARVESTING) કહે છે. લાંબા ગાળામાં શેર બજારથી મળનારા રિટર્ન પર એક લિમિટ બાદ લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ લાગે છે, પરંતુ ટેક્સ હાર્વેસ્ટિંગ દ્વારા ટેક્સને ઘટાડી શકાય છે. જ્યારે કોઈ રોકાણકાર શેર કે મ્યુચ્યુઅલ ફંડ યૂનિટને એક વર્ષ રાખ્યા બાદ વેચે અને તેને જે નફો મળે, તેને લોંગ ટર્મ કેપિટલ ગેઈન કે LTCG કહેવાય છે. આ નફા પર જે ટેક્સ લાગે છે તેને લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ કહે છે.

અહીં મહત્વની વાત એ છે કે કોઈ એક નાણાકીય વર્ષમાં એક લાખ રૂપિયાથી ઓછા નફા પર ટેક્સ નથી લાગતો. પરંતુ આ એક લાખ રૂપિયાની લિમિટની ઉપર જે પણ LTCG તમે પ્રાપ્ત કરો છો, તેની પર 10 ટકા ટેક્સ આપવાનો હોય છે. ટેક્સ હાર્વેસ્ટિંગના માધ્યથી એ સંભવ છે કે તમે તમારી ટેક્સ જવાબદારીને ઘટાડી દો. ટેક્સ હાર્વેસ્ટિંગમાં હકીકતમાં શેરને લાંબાગાળા સુધી હોલ્ડ ન કરતાં એક નિશ્ચિત સમયગાળામાં વેચીને ફરી ઊંચી કિંમતે ખરીદવામાં આવે છે. આ રીતે ટેક્સની જવાબદારી ઘટી જાય છે.

આ પણ જુઓ: બધા મ્યુચ્યુઅલ ફંડ એક સમાન રિટર્ન કેમ નથી આપતા?

આ પણ જુઓ: આઇટી રિટર્ન (ITR) પહેલાં કરી લો આ કામ નહીં તો, ભારે પડશે

Next Video