AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઉપદેશમાં જીવન મરણની વાત કરી રહ્યા હતા પાદરી, ગણતરીની ક્ષણોમાં જ માથા પર પડ્યો ક્રોસ, મૃત્યુની વાત કરી અને મૃત્યુ આવી…

ઇક્વાડોરના ગ્વાયાકિલમાં એક કેથોલિક ચર્ચમાં લાઈવ પ્રાર્થના સભા દરમિયાન અત્યંત હચમચાવી દેનારી ઘટના સામે આવી છે. પાદરી જ્યારે શ્રદ્ધાળુઓને જીવન અને મૃત્યુના મૂલ્ય પર ઉપદેશ આપી રહ્યા હતા, ત્યારે જ પાછળની દીવાલ પર લટકાવેલો વિશાળ ભારેખમ ક્રોસ અચાનક તેમના માથા પર તૂટી પડતાં તેમનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

ઉપદેશમાં જીવન મરણની વાત કરી રહ્યા હતા પાદરી, ગણતરીની ક્ષણોમાં જ માથા પર પડ્યો ક્રોસ, મૃત્યુની વાત કરી અને મૃત્યુ આવી...
| Updated on: Oct 19, 2026 | 9:55 PM
Share

ઇક્વાડોરમાં એક કેથોલિક પાદરી સાથે પ્રાર્થના સભા દરમિયાન એવી દર્દનાક દુર્ઘટના બની કે જેને જોઈને ત્યાં હાજર તમામ શ્રદ્ધાળુઓ સ્તબ્ધ થઈ ગયા હતા. પાદરી જ્યારે લોકોને જીવન અને મૃત્યુની વાસ્તવિકતા સમજાવી રહ્યા હતા, ત્યારે જ તેમની પાછળ દીવાલ પર ટાંગેલો એક મોટો ભારે ક્રોસ અચાનક તેમના માથા પર તૂટી પડ્યો હતો. આ દુર્ઘટનામાં પાદરીનું મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટના એ સમયે બની જ્યારે ચર્ચમાં ચાલી રહેલી પ્રાર્થના સભાનું સોશિયલ મીડિયા પર લાઈવ પ્રસારણ થઈ રહ્યું હતું, જેના કારણે સમગ્ર હૃદયદ્રાવક ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

ન્યૂયોર્ક પોસ્ટના અહેવાલ મુજબ, મૃતક પાદરીની ઓળખ ફાધર પેટ્રિસિયો આલ્ફ્રેડો સાંચેઝ મોલિનારી તરીકે થઈ છે. તેઓ ઇક્વાડોરના ગ્વાયાકિલ સ્થિત ‘ચર્ચ ઓફ અવર લેડી ઓફ પરપેચ્યુઅલ હેલ્પ’માં પાદરી તરીકે સેવા આપતા હતા. ગ્વાયાકિલના આર્ચડાયસિસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે શનિવારે બનેલી આ દુર્ઘટનામાં તેમણે જીવ ગુમાવ્યો હતો.

લાઈવ પ્રસારણ દરમિયાન બની દર્દનાક દુર્ઘટના

ઘટના સમયે પાદરી વેદી (અલ્તાર) પાછળ ઊભા રહીને ઉપસ્થિત લોકોને સંબોધન કરી રહ્યા હતા. તેમને જરાય અંદાજ નહોતો કે તેમની પાછળની દીવાલ પર ટાંગેલો વજનદાર ક્રોસ ઉખડીને નીચે પડવાનો છે. તે દરમિયાન ક્રોસ અચાનક દીવાલ પરથી છૂટો પડીને તેમના માથાના પાછળના ભાગે ધડાકાભેર અથડાયો હતો, જેના કારણે પાદરી જમીન પર ઢળી પડ્યા અને ફરી ઊભા થઈ શક્યા નહીં.

આ અકસ્માત થતાં જ ચર્ચ પરિસરમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી અને ત્યાં હાજર લોકો આઘાતમાં બૂમાબૂમ કરવા લાગ્યા હતા. અનેક લોકો પાદરીની મદદ માટે દોડી ગયા હતા અને તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી. રાહત અને બચાવ દળ ઘટનાસ્થળે પહોંચ્યું હતું, પરંતુ સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર પાદરીને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. આ ઘટનાનો વીડિયો લાઈવ સ્ટ્રીમિંગમાં રેકોર્ડ થઈ ગયો હતો, જોકે બાદમાં તેને પ્લેટફોર્મ પરથી હટાવી લેવામાં આવ્યો હતો.

અકસ્માતની થોડી ક્ષણો પહેલાં જ મૃત્યુ પર આપી રહ્યા હતા ઉપદેશ

આ ઘટનાનું સૌથી કરુણ પાસું એ હતું કે અકસ્માતની થોડી ક્ષણો પહેલાં જ પાદરી જીવન અને મૃત્યુના વિષય પર વાત કરી રહ્યા હતા. પોતાના ઉપદેશમાં તેમણે ઇસુ ખ્રિસ્તના વચનો ટાંકતા લોકોને જણાવ્યું હતું કે તેઓ પોતાનો કિંમતી સમય માત્ર મોબાઈલ ફોન પર સ્ક્રોલ કરવામાં વેડફે નહીં. તેના બદલે તેમણે ઈશ્વર અને પોતાના સ્વજનો સાથે ગુણવત્તાયુક્ત સમય વિતાવવો જોઈએ.

તેમણે કહ્યું હતું કે, “એક દિવસ આપણે બધાએ આ દુનિયા છોડીને જવાનું છે. ઘણીવાર આપણે જે નકામી બાબતોમાં સમય બગાડીએ છીએ, તેનું એટલું મહત્વ નથી હોતું જેટલું મહત્વ ઈશ્વર સાથે વિતાવેલા સમયનું હોય છે.”

આ ઉપદેશ આપ્યા બાદ પાદરીએ એક વિશેષ પ્રાર્થના શરૂ કરી હતી. તેઓ ઈશ્વર પાસે ત્યાં ઉપસ્થિત શ્રદ્ધાળુઓ માટે આશીર્વાદ માંગી રહ્યા હતા, ત્યારે જ ક્રોસ તેમના પર તૂટી પડ્યો હતો. આમ, પળવારમાં પ્રાર્થના સભાનો ઉત્સાહ માતમમાં ફેરવાઈ ગયો હતો.

ATM મશીન પર શા માટે હંમેશા મેટલના જ બટન હોય છે ? તમારા ગુપ્ત PIN સાથે જોડાયેલું છે મોટું કારણ

Follow Us
દિવાળી પહેલા જ અમદાવાદ રાજકોટની હવા બની ઝેરીલી, AQI 200 ને પાર
દિવાળી પહેલા જ અમદાવાદ રાજકોટની હવા બની ઝેરીલી, AQI 200 ને પાર
દિવાળી પર્વે જામનગરી મુખવાસની 150થી વધુ વેરાયટીએ જમાવ્યુ આકર્ષણ
દિવાળી પર્વે જામનગરી મુખવાસની 150થી વધુ વેરાયટીએ જમાવ્યુ આકર્ષણ
અમરેલીના લાઠી ખીજડિયા નજીક વંદે ભારત ટ્રેન પર પથ્થરમારાની ઘટના
અમરેલીના લાઠી ખીજડિયા નજીક વંદે ભારત ટ્રેન પર પથ્થરમારાની ઘટના
અમદાવાદમાં વિકાસના નામે પર્યાવરણનો વિનાશ, હજારો વૃક્ષો કપાયા
અમદાવાદમાં વિકાસના નામે પર્યાવરણનો વિનાશ, હજારો વૃક્ષો કપાયા
સ્ટ્રેચર વગર વલખાં મારતા દર્દીઓ અને TV9 દેખાતાં જ દોડતું 'તંત્ર'
સ્ટ્રેચર વગર વલખાં મારતા દર્દીઓ અને TV9 દેખાતાં જ દોડતું 'તંત્ર'
બાવળા-બગોદરા હાઈવે પર વહેલી સવારે ખાનગી ઓઈલ મિલમાં લાગી ભીષણ આગ
બાવળા-બગોદરા હાઈવે પર વહેલી સવારે ખાનગી ઓઈલ મિલમાં લાગી ભીષણ આગ
માંડલ રોડ પર ચાલુ બાઇક પર યુવકે ફટાકડા ફોડી કર્યા સ્ટંટ ! Video
માંડલ રોડ પર ચાલુ બાઇક પર યુવકે ફટાકડા ફોડી કર્યા સ્ટંટ ! Video
સુરતના ઉધના રેલવે સ્ટેશને મુસાફરોનો ધસારો જુઓ Video
સુરતના ઉધના રેલવે સ્ટેશને મુસાફરોનો ધસારો જુઓ Video
દિવાળીની રાત્રે સુરતમાં આગના બનાવો, ફાયર બ્રિગેડને 25 કોલ મળ્યા! Video
દિવાળીની રાત્રે સુરતમાં આગના બનાવો, ફાયર બ્રિગેડને 25 કોલ મળ્યા! Video
દિવાળીએ ચમકશે તમારી કિસ્મત? જાણો વાર્ષિક રાશિફળ
દિવાળીએ ચમકશે તમારી કિસ્મત? જાણો વાર્ષિક રાશિફળ
g clip-path="url(#clip0_868_265)">