Modi in France: ફ્રાન્સની ધરતી પર ભવ્ય સ્વાગત, ફરી મળ્યુ સર્વોચ્ચ સન્માન, PM મોદીએ શેર કર્યો VIDEO
વીડિયોમાં જોઈ શકાય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જોવા માટે રસ્તા પર કેવો ઉત્સાહ હતો. એરપોર્ટની બહારના રસ્તા પર લોકો હાથમાં ભારતીય ઝંડા લઈને ઉભા હતા. પીએમ મોદીએ બધાની પાસે જઈને તેમની તબિયત વિશે પૂછ્યું અને તેમની સાથે વાત કરી.
PM Modi In France: 13 જુલાઈ 2023 ગુરુવારના દિવસે સાંજે 4:00 કલાકે… જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું (PM Modi) વિમાન ઓર્લી એરપોર્ટ પર પહોંચ્યું, ત્યારે ફ્રાંસના વડાપ્રધાન એલિઝાબેથ બોર્ન પોતે એરપોર્ટ પર તેમનું સ્વાગત કરવા પહોંચ્યા હતા. પીએમ મોદીએ ભારતીય સમુદાયને સંબોધિત કરતા આ શાનદાર સ્વાગતનો ઉલ્લેખ પણ કર્યો હતો. તેમણે કહ્યું કે, PM બોર્ન જે રીતે એરપોર્ટ પર મને રિસીવ કરવા આવ્યા, આ સ્નેહમિલન માત્ર બંને દેશોના નેતાઓ વચ્ચે નથી, પરંતુ તે ભારત અને ફ્રાન્સ વચ્ચેની અતૂટ મિત્રતાનું પ્રતિબિંબ છે.
આ પણ વાંચો: PM Modi in Bastille Day Parade: પીએમ મોદીએ બેસ્ટિલ ડે પરેડમાં હાજરી આપી, રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન હાજર
વીડિયોમાં જોઈ શકાય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જોવા માટે રસ્તા પર કેવો ઉત્સાહ હતો. એરપોર્ટની બહારના રસ્તા પર લોકો હાથમાં ભારતીય ઝંડા લઈને ઉભા હતા. પીએમ મોદીએ બધાની પાસે જઈને તેમની તબિયત વિશે પૂછ્યું અને તેમની સાથે વાત કરી. આ પછી લગભગ 11 વાગ્યે વડાપ્રધાન મોદીએ લા સીન મ્યુઝિકલ આર્ટસ સેન્ટરમાં ભારતીય સમુદાયને સંબોધિત કર્યું. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે તેમનો અને ફ્રાંસનો 40 વર્ષ જૂનો સંબંધ છે. આ દરમિયાન તેણે 40 વર્ષ જૂના સભ્યપદ કાર્ડનો ઉલ્લેખ કર્યો. તે સમયે તેણે એલાયન્સ ફ્રાન્કાઈઝનું સભ્યપદ લીધું હતું.
તેમણે કહ્યું કે તે દરમિયાન ફ્રાન્સે ગુજરાતના અમદાવાદમાં એક સાંસ્કૃતિક કેન્દ્ર શરૂ કર્યું હતું, જેનો હું પ્રથમ સભ્ય હતો. આ કેન્દ્ર બન્યાના 40 વર્ષ પછી આજે તે કેન્દ્રનો પ્રથમ સભ્ય તમારી સાથે વાત કરી રહ્યો છે. તેમણે કહ્યું કે થોડા વર્ષો પહેલા આ મેમ્બરશિપ કાર્ડની કોપી મને આપવામાં આવી હતી, જે આજે પણ મારા માટે ખૂબ કિંમતી છે.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો