MEHSANA : ઊંઝા ખાતે કડવા અને લેઉવા પાટીદાર આગેવાનોની ચિંતન બેઠક, સ્થાનિક ચૂંટણી પૂર્વે આપ્યો એકતાનો સંકેત

MEHSANA : ઊંઝા ખાતે કડવા અને લેઉવા પાટીદાર આગેવાનો ચિંતન બેઠકમાં એક જ મંચ પર જોવા મળ્યા.

MEHSANA : ઊંઝા ખાતે કડવા અને લેઉવા પાટીદાર આગેવાનો ચિંતન બેઠકમાં એક જ મંચ પર જોવા મળ્યા. ખોડલધામના ચેરમેન નરેશ પટેલ, ઊંઝા ઉમિયાધામના અગ્રણી મણીદાદા સહિત રાજકીય, ઔદ્યોગિક ક્ષેત્રના આગેવાનો ઉપસ્થિત રહ્યાં. આ બેઠકમાં સૌરાષ્ટ્ર, અમદાવાદ, ચરોતર, સુરત અને ઉત્તર ગુજરાતના વિવિધ જિલ્લાના પાટીદાર આગેવાનો સમાજના વિકાસને લઈ મંથન કરશે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે કડવા અને લેઉવા પાટીદાર આગેવાનોએ બેઠક યોજી એકતાનો સંકેત આપ્યો છે. આ બેઠકમાં એનસીપી અધ્યક્ષ જયંત પટેલ, એસપીજીના અધ્યક્ષ લાલજી પટેલ ખાસ ઉપસ્થિત રહ્યાં. ગુજરાતનો રાજકીય માહોલ પણ ગરમાયો છે.