ઉત્તર પ્રદેશના હાપુરમાં અનોખી દેશભક્તિના દ્રશ્યો સામે આવ્યા, યુવકે શરીર પર 559 કારગીલના શહીદોના નામ અંકિત કરાવ્યા, જુઓ Video

|

Aug 11, 2024 | 1:16 PM

ઉત્તર પ્રદેશના હાપુરમાં અલગ જ દેશભક્તિના દ્રશ્યો સામે આવ્યા છે. હાપુરના અભિષેક ગૌતમે તેના શરીર પર એક બે નહીં પરંતુ 559 કારગિલ યુદ્ધના નાયકોના નામ અંકિત કરાવ્યા છે.

દેશમાં વિવિધ પ્રકારની દેશભક્તિના દ્રશ્યો સામે આવતા હોય છે. આવી એક અનોખી દેશભક્તિના દ્રશ્યો સામે આવ્યો છે. ત્યારે ઉત્તર પ્રદેશના હાપુરમાં અલગ જ દેશભક્તિના દ્રશ્યો સામે આવ્યા છે. હાપુરના અભિષેક ગૌતમે તેના શરીર પર એક બે નહીં પરંતુ 559 કારગિલ યુદ્ધના નાયકોના નામ અંકિત કરાવ્યા છે.

શરીર પર 11 મહાનુભાવોના ટેટુ દોરાવ્યુ

કારગીલના દ્રાસ સેકટરની મુલાકાત બાદ અભિષેકને આ રીતે શહીદોના સન્માનનો વિચાર આવ્યો છે. આ સાથે જ ભારતની 11 મહાન હસ્તીઓના ચહેરા પણ શરીર પર ટેટુ કરાવ્યા છે. જેમાં ચાણક્ય, વિવેકાનંદ, ભગત સિંહ, ચંદ્રશેખર આઝાદ અને મહાત્મા ગાંધી સહિતના મહાનુભાવોના ટેટુ બનાવ્યા છે. આવા દેશપ્રેમ બદલ તેનું નામ ગિનિઝ બુકમાં નોંધાય તેના પ્રયાસો પણ હાથ ધરવામાં આવ્યો છે.

Next Video