દેશની કરોડો માતાઓ અને બહેનોએ મને મારી માતાની ખોટ વર્તાવા દીધી નથી : PM મોદી

|

Jun 04, 2024 | 9:37 PM

PM મોદીએ કહ્યું કે આ મારા માટે ભાવનાત્મક ક્ષણ છે, મારી માતાના નિધન પછી આ મારી પ્રથમ ચૂંટણી હતી, પરંતુ દેશની કરોડો માતાઓ અને બહેનોએ મને મારી માતાની ખોટ વર્તાવા દીધી નથી. હું દેશમાં જ્યાં પણ ગયો ત્યાં મને માતાઓ, બહેનો અને બેટીઓના આશીર્વાદ મળ્યા છે.

લોકસભા ચૂંટણીના પરિણામો વચ્ચે પીએમ નરેન્દ્ર મોદીએ કાર્યકર્તાઓને સંબોધન કરતા કહ્યું કે આ મારા માટે ભાવનાત્મક ક્ષણ છે, મારી માતાના નિધન પછી આ મારી પ્રથમ ચૂંટણી હતી, પરંતુ દેશની કરોડો માતાઓ અને બહેનોએ મને મારી માતાની ખોટ વર્તાવા દીધી નથી. હું દેશમાં જ્યાં પણ ગયો ત્યાં મને માતાઓ, બહેનો અને બેટીઓના આશીર્વાદ મળ્યા છે.

પીએમ મોદીએ કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં દેશે ખૂબ જ મુશ્કેલ નિર્ણયો લીધા છે, અમે વિશ્વની સૌથી મોટી જન કલ્યાણ યોજનાઓ શરૂ કરી છે. આઝાદીના 70 વર્ષ પછી 4 કરોડ ગરીબોને પોતાનું મકાન મળ્યું, દેશના 80 કરોડ જરૂરિયાતમંદ લોકોને મફત રાશનની સુવિધા મળી. કરોડો ગરીબોને 5 લાખ રૂપિયા સુધીની મફત સારવારની સુવિધા મળી. રાષ્ટ્રની આ ભાવનાને કારણે જ જમ્મુ-કાશ્મીરમાંથી 370 હટાવવામાં આવી હતી. GST, બેંકિંગ સુધારા થયા. અમે રાષ્ટ્રીય હિતને સૌથી આગળ રાખ્યું છે.

Next Video