EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, ચૂંટણીમાં EVMથી જ થશે મતદાન, જુઓ વીડિયો

|

Apr 26, 2024 | 12:30 PM

EVM-VVPAT Verification Case : ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) પર વોટર વેરિફાઈડ પેપર ઓડિટ ટ્રેલ (VVPAT) વડે પડેલા મતોની સંપૂર્ણ ચકાસણીની માગણી કરતા કેસમાં સુપ્રીમ કોર્ટે મોટો ચુકાદો આપ્યો હતો. કોર્ટે શુક્રવારે (26 એપ્રિલ, 2024) VVPAT સ્લિપ બાબતની તમામ અરજીઓને ફગાવી દીધી હતી.

કોર્ટે શુક્રવારે (26 એપ્રિલ, 2024) VVPAT સ્લિપ બાબતની તમામ અરજીઓને ફગાવી દીધી હતી. કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું કે, ઉમેદવાર પરિણામ જાહેર થયાના 7 દિવસની અંદર ફરીથી ચકાસણીની માગ કરી શકે છે. એન્જિનિયરો માઇક્રોકન્ટ્રોલરની મેમરી તપાસશે. આ તપાસનો ખર્ચ ઉમેદવારે ભોગવવાનો રહેશે. જો કોઈ અનિયમિતતા સાબિત થશે તો ખર્ચ કરેલા પૈસા પરત કરવામાં આવશે.

બેલેટ પેપર દ્વારા ચૂંટણી કરાવવાની પણ માગ કરવામાં આવી હતી

ચુકાદો આપતી વખતે જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેન્ચે ચૂંટણી પંચને મહત્વપૂર્ણ સૂચનો પણ આપ્યા હતા. સુપ્રીમ કોર્ટે કહ્યું, “ભવિષ્યમાં VVPAT સ્લિપમાં બાર કોડને ધ્યાનમાં લેવો જોઈએ.” બેન્ચ સમક્ષ આપવામાં આવેલી અરજીઓમાં બેલેટ પેપર દ્વારા ચૂંટણી કરાવવાની પણ માગ કરવામાં આવી હતી, જેને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. ગઈ સુનાવણી દરમિયાન જ કોર્ટે આ મામલામાં પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.

છેલ્લી સુનાવણીમાં શું થયું હતું?

સુપ્રીમ કોર્ટમાં આયોજિત છેલ્લી સુનાવણીમાં ન્યાયમૂર્તિ સંજીવ ખન્ના અને ન્યાયમૂર્તિ દીપાંકર દત્તાની બેન્ચે VVPAT સાથે EVM દ્વારા પડેલા મતોની ચકાસણી સંબંધિત અરજીઓ પર પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. બેન્ચે ચૂંટણી પંચ તરફથી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ ઐશ્વર્યા ભાટીને કહ્યું હતું કે, “અમે ખોટા સાબિત થવા માંગતા નથી, પરંતુ અમારા તારણો વિશે સંપૂર્ણ ખાતરી કરવા માંગીએ છીએ.” આ કારણોસર અમે સ્પષ્ટતા માંગવાનું વિચાર્યું

VVPAT દ્વારા મતદાતા જાણી શકે છે કે તેમનો મત એ જ વ્યક્તિને ગયો છે કે નહીં, જેને તેમણે મત આપ્યો છે.

Published On - 12:07 pm, Fri, 26 April 24

Next Video