Lockdownએ બગાડી ‘અંગુરી ભાભી’ની હાલત, એક્ટિંગ છોડી કન્સ્ટ્રક્શન સાઈટ પર પથ્થર તોડતી જોવા મળી અભિનેત્રી

|

May 30, 2021 | 9:30 PM

પ્રખ્યાત કોમેડી ટીવી સિરિયલ "ભાભીજી ઘર પર હૈ" (Bhabiji Ghar pe hai)થી ઘરે ઘરે પ્રસિદ્ધ થયેલી અભિનેત્રી શિલ્પા શિંદે (Shilpa shinde)ને અભિનય છોડીને એક કન્સ્ટ્રક્શન સાઈટ પર જોવા મળી હતી.

Lockdownએ બગાડી અંગુરી ભાભીની હાલત, એક્ટિંગ છોડી કન્સ્ટ્રક્શન સાઈટ પર પથ્થર તોડતી જોવા મળી અભિનેત્રી
Actress Shilpa Shinde

Follow us on

કોરોનાના કારણે થયેલ આ લોકડાઉને (Lockdown) સામાન્ય માણસથી લઈને મોટી મોટી હસ્તીઓને પણ બેરોજગાર કરી દીધા છે. ફિલ્મ અને ટીવીના કલાકારો પણ પોતાની બેરોજગારીના રોંદણા રોઈ ચૂક્યા છે. પ્રખ્યાત કોમેડી ટીવી સિરિયલ “ભાભીજી ઘર પર હૈ” (Bhabiji Ghar pe hai)થી ઘરે ઘરે પ્રસિદ્ધ થયેલી અભિનેત્રી શિલ્પા શિંદે (Shilpa shinde)ને અભિનય છોડીને એક કન્સ્ટ્રક્શન સાઈટ પર જોવા મળી હતી.

 

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

શિલ્પા શિંદે  (Shilpa shinde)એ કહ્યું ‘ભાબીજી ઘરે છે!’ ટીવી સીરિયલમાં અંગૂરી ભાભીનું પાત્ર ભજવ્યું હતું, જે પ્રેક્ષકોને ખૂબ પસંદ આવ્યું હતું અને તેને પણ આ પાત્રથી અલગ ઓળખ મળી છે. શિલ્પા શિંદેએ પોતાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ વીડિયોમાં તે ડ્રિલિંગ મશીનથી પત્થરો અને દિવાલો તોડતી નજરે પડે છે. જે સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.

શિલ્પા શિંદેએ કન્સ્ટ્રક્શન સાઈટ પર પથ્થર તોડતી વખતે પોતાનો વીડિયો ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. આ વીડિયોમાં તે કન્સ્ટ્રક્શન સાઈટ પર ડ્રિલિંગ મશીન ચલાવતી જોવા મળી રહી છે. જેમાં તેને માથે કેપ લગાવેલી છે અને કુર્તો પહેરેલો નજરે પડે છે. તેનો આ વીડિયો શેર કરતી વખતે શિલ્પા શિંદેએ એક ખાસ પોસ્ટ પણ લખી છે, જેની ખૂબ ચર્ચા થઈ રહી છે.

 

શિલ્પા શિંદેએ લખ્યું કે લોકડાઉન થયું તો હું કન્સ્ટ્રક્શન ફિલ્ડમાં ઘૂસી ગઈ. જેની પાસે હજુ પણ કામ નથી, તે પોતાની ફિલ્ડ ચેન્જ કરી શકે છે. સમયની સાથે બધુ સરખું થઈ જશે, બસ પોઝિટિવ રહો. સોશિયલ મીડિયા પર શિલ્પા શિંદેની આ પોસ્ટ અને વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે. ઘણા બધા તેના ફેન્સ અને ફોલોવર્સ તેના વીડિયોને પસંદ કરી રહ્યા છે અને તેના કમેન્ટ કરીને શિલ્પા શિંદેના વખાણ પણ કરી રહ્યા છે.

 

આપણે જણાવી દઈએ કે શિલ્પા શિંદે નાના પડદાનો ઘણો ચર્ચિત ચહેરો છે. તેને ઘણી હિન્દી ટીવી સિરિયલમાં અભિનય કરીને દર્શકોની વાહ-વાહી મેળવી છે. તેમજ ‘પટેલ કી પંજાબી શાદી’માં એક આઈટમ સોંગ કરીને પણ દરેકનું ધ્યાન ખેંચ્યું હતું.

 

આ પણ વાંચો : Birthday Special: 12 વર્ષની ઉંમરમાં ‘શાકા લાકા બુમ બુમ’માં નજરે આવી હતી જેનિફર, કંઈક આવી છે લાઈફ

Published On - 9:29 pm, Sun, 30 May 21

Next Article