ગીર સોમનાથ: જંગલમાં દીપડા વિરુદ્ધ મગરની લડાઈનો વાયરલ વીડિયો
એશિયાટિક સિંહોના નિવાસસ્થાન ગણાતા ગીરના અદભુત જંગલમાં તાજેતરમાં એક અત્યંત રસપ્રદ અને દુર્લભ દૃશ્ય જોવા મળ્યું.જે પ્રકૃતિના નિયમોની ક્રૂરતા અને રોમાંચકતા બંનેને સ્પષ્ટ રીતે દર્શાવે છે. ગીરના જંગલમાં પ્રાણીઓના "જંગલરાજ"ના અદ્દભુત દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે.
પ્રકૃતિના નિયમો કેવા ક્રૂર અને રોમાંચક હોય છે તે વાતની સાક્ષી પૂરતો વીડિયો ગીર-સોમનાથ જિલ્લામાંથી સામે આવ્યો છે.જ્યાં ગીરના જંગલમાં પ્રાણીના “જંગલરાજ”ની તસવીરો કેમેરામાં કેદ થઈ છે. સામાન્ય રીતે મગરને પાણીનો “બાહુબલી” શિકારી માનવામાં આવે છે. પરંતુ આ જ મગર જ્યારે પાણીની બહાર આરામ કરી રહ્યો હતો ત્યારે મગર પર દીપડો ઘાત લગાવીને તૂટી પડે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે.વિશાળકાય મગર અને ચપળ દીપડા વચ્ચે ખરાખરીનો જંગ ખેલાયો અને દીપડો મગરની ગરદનને પોતાના જડબામાં દબોચી લેશે અને મગરનો શિકાર કરે છે.
એક શિકારી પ્રાણી બીજા શિકારીના હાથે જ શિકાર થઈ જાય છે. દીપડાએ મગરને પોતાના જડબામાં એવી કસોકસથી પકડ્યો હતો કે તેનું બચવું મશ્કેલ હતું. અને મગરે જીવ બચાવવા માટે તરફડિયા મારતો નજરે પડ્યો હતો. આ જીવ સટોસટના જંગનો વીડિયો પ્રવાસીએએ તેમના કેેમેરામાં કેદ કર્યો હતો.
Published on: Oct 26, 2025 05:26 PM