6 મહિના માટે બંધ થયા ‘કેદારનાથ’ અને ‘યમનોત્રીના કપાટ’, રેકોર્ડબ્રેક 19 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ કર્યા ‘દર્શન’ – જુઓ Video

6 મહિના માટે બંધ થયા ‘કેદારનાથ’ અને ‘યમનોત્રીના કપાટ’, રેકોર્ડબ્રેક 19 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ કર્યા ‘દર્શન’ – જુઓ Video

| Updated on: Nov 11, 2026 | 9:15 PM

કેદારનાથ ધામના કપાટ ભાઈબીજે વૈદિક મંત્રોચ્ચાર સાથે 6 મહિના માટે બંધ કરાયા. બાબા કેદારની ચલ મૂર્તિને ઉખીમઠ લઈ જવાઈ, જ્યાં આગામી 6 મહિના પૂજા થશે. બીજું કે, આ વર્ષે રેકોર્ડબ્રેક 19 લાખથી વધુ ભક્તોએ દર્શન કર્યા હતા.

કેદારનાથ ધામના કપાટ ભાઈબીજના પાવન અવસરે 6 મહિના માટે બંધ કરવામાં આવ્યા છે. પરંપરાગત રીતે, વૈદિક મંત્રોચ્ચાર સાથે વિશેષ પૂજા-અર્ચના સંપન્ન કરાયા બાદ મંદિરના કપાટ બંધ કરાયા હતા. આ સાથે જ બાબા કેદારની ચલ મૂર્તિને ડોલીમાં બિરાજમાન કરીને તેના શીતકાલીન નિવાસસ્થાન, ઉખીમઠ લઈ જવામાં આવી છે. આગામી 6 મહિના સુધી ભગવાન કેદારનાથની પૂજા-અર્ચના ઉખીમઠ સ્થિત ઓમકારેશ્વર મંદિરમાં થશે.

કપાટ બંધ થવાની પૂર્વસંધ્યાએ કેદારનાથ ધામમાં એક વિશેષ આરતીનું આયોજન કરાયું હતું. આમાં સેંકડો ભક્તોએ ભગવાનની છેલ્લી આરતીનો દિવ્ય લ્હાવો લીધો હતો. વહેલી સવારે પણ મોટી સંખ્યામાં ભક્તોએ મંદિરમાં પ્રભુના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

રોશનીથી ઝળહળી રહેલા મંદિર પરિસરમાં આરતી સમયે દિવ્ય વાતાવરણ જોવા મળ્યું હતું. દર્શનાર્થીઓ વર્ષના છેલ્લા દર્શન કરી ભાવુક બન્યા હતા. આ વર્ષે કેદારનાથ ધામમાં રેકોર્ડબ્રેક 19 લાખ 20 હજારથી વધુ દર્શનાર્થીઓએ દર્શન અને પૂજન-અર્ચનનો લાભ લીધો હતો. કેદારનાથ બાદ યમુનોત્રીના કપાટ પણ ભાઈબીજના અવસરે વૈદિક મંત્રોચ્ચાર સાથે બંધ કરાયા હતા.

25 દિવસ, 5 રાજ્યોમાં ફરાર પણ કાન ખાઉ ભાવિક ગજ્જર કેમ પકડાતો નથી? પોલીસની ઢીલી નીતિ કે રાજકીય દબાણ?

Published on: Nov 11, 2026 09:12 PM
Follow Us
Loading...
Unable to load recommendations.