આફ્રિકાના દેશોની યાત્રા કરી પરત ફરેલા જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીનું ભક્તિભાવભર્યુ કરાયુ સ્વાગત, જુઓ વીડિયો

|

Feb 03, 2024 | 6:45 PM

શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પંચમ વારસદાર વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજે સંતમંડળ અને હરિભક્તિઓ સહિત ઈ .સ. 1992માં સાઉથ આફ્રિકા વિચરણ કર્યું હતું. તે સમયે પરમ પૂજ્ય આચાર્ય સ્વામીશ્રી મહારાજ 12 સંત અને 52 હરિભક્ત સહિત સાઉથ આફ્રિકાનો પ્રવાસ કર્યો હતો.

ભારતમાં મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજ સંત-ભક્ત મંડળ સહ ભૂમંડળસ્થિત તીર્થોત્તમ મણિનગર પધાર્યા છે. પોણા બે માસની પૂર્વ આફ્રિકાના કેન્યા, યુગાન્ડા, ટાન્ઝાનિયા વગેરે દેશના વિવિધ મહાનગરોમાં યાત્રા કરી સ્વદેશ ભારત પધાર્યા છે.

શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પંચમ વારસદાર વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજે સંતમંડળ અને હરિભક્તિઓ સહિત ઈ .સ. 1992માં સાઉથ આફ્રિકા વિચરણ કર્યું હતું. તે સમયે પરમ પૂજ્ય આચાર્ય સ્વામીશ્રી મહારાજ 12 સંત અને 52 હરિભક્ત સહિત સાઉથ આફ્રિકાનો પ્રવાસ કર્યો હતો. તે સ્મૃતિને તાજી કરવાં મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદીના પ્રવર્તમાન આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની અધ્યક્ષતામાં સંતો અને હરિભક્તો સહિત સાઉથ આફ્રિકા સ્મૃતિ યાત્રાનું આયોજન કરાયું હતું. જેમાં સાઉથ આફ્રિકાનાં ઝીમ્બાબ્વે, કેપ ટાઉન, જિયોર્જ વગેરે વિવિધ સ્થળોને પરમ પૂજય જ્ઞાનમહોદધિ આચાર્ય સ્વામીશ્રી મહારાજના પુનિત ચરણારવિંદથીપાવન કરી સ્વદેશ ભારત પધાર્યા છે. ત્યારે જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીનું ભક્તિભાવભર્યુ સ્વાગત કરવામાં આવ્યું છે.

Next Video