જનતા અદાણીજીને મોદીજી સાથે ડાયરેક્ટ કનેક્ટ કરે છે,સ્ટોક માર્કેટ કહે છે મોદીજી ગયા તો અદાણીજી ગયા : રાહુલ ગાંધી

|

Jun 04, 2024 | 6:30 PM

લોકસભા ચૂંટણી 2024માં રાયબરેલી સીટ પર કોંગ્રેસનો દબદબો યથાવત છે. કોંગ્રેસના ઉમેદવાર રાહુલ ગાંધી રાયબરેલીથી ચાર લાખ મતોથી જીત્યા છે.

દેશમાં કોની સરકાર બનશે અને કઈ પાર્ટીને કેટલી સીટો મળશે? તે આજે સાંજ સુધીમાં સાફ થઈ જશે. લોકસભા ચૂંટણીમાં દેશની 543 સીટો પર ટ્રેન્ડ ઉભો થવા લાગ્યો છે. એક્ઝિટ પોલના અંદાજની સરખામણીમાં ઈન્ડિયા બ્લોક સખત લડાઈમાં જોવા મળે છે. ભાજપની આગેવાની હેઠળ એનડીએને સંપૂર્ણ બહુમતી મળી છે. એનડીએને 280થી વધુ સીટો મળી છે. ઈન્ડિયા ગઠબંધનનો 220નો આંકડો પાર કર્યો છે. હવે સવાલ એ છે કે સરકાર NDA ની બનશે કે ઈન્ડિયા ગઠબંધનની?

લોકસભા ચૂંટણી 2024માં રાયબરેલી સીટ પર કોંગ્રેસનો દબદબો યથાવત છે. કોંગ્રેસના ઉમેદવાર રાહુલ ગાંધી રાયબરેલીથી ચાર લાખ મતોથી જીત્યા છે. જો કે ભાજપના દિનેશ પ્રતાપે પરિણામ જાહેર થતા પહેલા ટ્રેન્ડ જોઈને હાર સ્વીકારી લીધી હતી. તમને જણાવી દઈએ કે ગત વખતે દિનેશ પ્રતાપ સિંહ સોનિયા ગાંધી સામે હારી ગયા હતા પરંતુ ભાજપે આ વખતે પણ તેમના પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

ચૂંટણી પરિણામો મોટાભાગે સાફ થઇ ગયા છે ત્યારે રાહુલ ગાંધીએ પ્રેસકોન્સરંન્સ કરીને જનતાનો આભાર માન્ય છે, સાથે દર વખતની જેમ ભાજપ અને અદાણીનું કનેક્શન છે, ચૂટણી પરિણામમાં એનડીએને ઓછો માત મળતા આજે અદાણીના તમામ શેરમાં નબળાઇ જોવા મળી હોવાની કહ્યું .

જોકે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે આજે શેરમાર્કેટ ખુલતાની સાથે જ 1500 પોઇન્ટનો ઘટાડો થયો હતો, માત્ર અદાણી નહીં NSE ની લગભગ 2600 લિસ્ટેક કંપની અને BSE ની 548 કંપનીના શેરમાં ઘટાડો થયો હતો, ઉલ્લેખનીય છે કે 69 શેર એવા હતા જેમાં આજે વધારો જોવા મળ્યો હતો.

Published On - 6:29 pm, Tue, 4 June 24

Next Video