israel Hamas War: જેની પાસે દૂનિયાની સૌથી બેસ્ટ જાસુસી સિસ્ટમ હોય તે આ હુમલાને કેમ માહિતી મેળવી શક્યા નહીં. હમાસના આ હુમલામાં 700થી વધારે ઈઝરાયલના લોકોના મોત થયા છે. ઈઝરાયલ પહેલાથી કેમ આ હુમલા વિશે જાણકારી મેળવી શક્યું નથી. જ્યારે ઈઝરાયલના વળતા હુમલામાં હમાસમાં અનેક લોકોના મોત થયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે. મોસાદમાં 7000થી વધારે લોકો કામ કરે છે.
ઈઝરાયલની સુરક્ષા આયરન ડોમ દ્વારા કરવામાં આવે છે અને તેમાં હવામાંથી થતા દરેક હુમલાના જવાબ આપવામાં આવે છે. ઈઝરાયલનું આયરોન ડોમ 90 ટકા સુરક્ષા આપે છે તે હમાસને ખબર હતી. ઈઝરાયેલે પોતાના મોટા ભાગના સૌનિકોને વેસ્ટ બેન્ક તરફ લગાવ્યા છે.
જ્યારે હમાસ તરફથી એકસાથે 5000 મિસાઈલ છોડવામાં આવી ત્યારે આયરન ડોમે 4500 જેવી મિસાઈલ તોડી પાડી પણ 500 જેટલી મિસાઈલ ઈઝરાયલમાં પડી હતી. મોસાદને લાગ્યું કે હુમલો વેસ્ટ બેન્ક તરફથી જ થશે. વીડિયોમાં જુઓ કેવી રીતે મોસાદની અમુક ભુલના કારણે હમાસને આ હુમલામાં સફળતા મળી.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો