Israel Hamas War: ઈઝરાયેલે હમાસ પર રોકેટ હુમલા તેજ કર્યા, ગાઝામાં જોવા મળ્યા ચોંકાવનારા દ્રશ્યો, જુઓ તબાહીનો Video

|

Oct 16, 2023 | 6:42 PM

ઈઝરાયેલ-હમાસ યુદ્ધના કારણે હજારો લોકોના મોત થયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે. ઈઝરાયેલી સેનાએ ગાઝા પર ગ્રાઉન્ડ એટેક માટે પણ તૈયારી કરી લીધી છે. ઈઝરાયેલી સેનાના ટેન્ક સરહદી વિસ્તારોમાં આગળ વધી રહ્યા છે. ઇઝરાયલની સેનાએ જણાવ્યું હતું કે, તે ગયા અઠવાડિયે થયેલા ઘાતક હુમલાના જવાબમાં હમાસને નિશાન બનાવી રહ્યું છે. 15 ઓક્ટોબરના રોજ ઇઝરાયેલી વિમાનોએ આશરે 250 લશ્કરી લક્ષ્યો પર હુમલો કર્યો.

16 ઓક્ટોબરના રોજ ગાઝાના આકાશમાં ધુમાડાના વાદળો ઘેરાઈ ગયા હતા. કારણ કે અત્યાર સુધીના સૌથી મોટા હુમલામાં ઈઝરાયેલે હમાસના (Israel Hamas War) દરિયાકાંઠાના વિસ્તાર પર બોમ્બમારો ચાલુ રાખ્યો હતો. ઈઝરાયેલ-હમાસ યુદ્ધના કારણે હજારો લોકોના મોત થયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે. ઈઝરાયેલી (Israel) સેનાએ ગાઝા પર ગ્રાઉન્ડ એટેક માટે પણ તૈયારી કરી લીધી છે. ઈઝરાયેલી સેનાના ટેન્ક સરહદી વિસ્તારોમાં આગળ વધી રહ્યા છે.

આ પણ વાંચો : Israel-Palestine War પર મોહન ભાગવતે આપ્યું નિવેદન, ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લઈ કહી આ વાત, જુઓ Video

ઇઝરાયલની સેનાએ જણાવ્યું હતું કે, તે ગયા અઠવાડિયે થયેલા ઘાતક હુમલાના જવાબમાં હમાસને નિશાન બનાવી રહ્યું છે. 15 ઓક્ટોબરના રોજ ઇઝરાયેલી વિમાનોએ આશરે 250 લશ્કરી લક્ષ્યો પર હુમલો કર્યો, જેમાં હમાસના દક્ષિણ જિલ્લા કમાન્ડરનું મોત થયું હતું.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 6:41 pm, Mon, 16 October 23

Next Video