Tax Master : શું તમને ખબર છે કે, ‘ITR’ ક્યારે ફાઇલ કરવું જોઈએ ? ના જાણતા હોવ તો જાણી લેજો
સેલેરી, બિઝનેસ, રેન્ટ અથવા અન્ય સોર્સ પરથી કમાણી કરનાર દરેક વ્યક્તિએ 'ઇન્કમ ટેક્સ રિટર્ન' ફાઇલ કરવું ફરજિયાત છે. જો કે, મોટાભાગના લોકો ITRની બેઝિક માહિતી વિશે નથી જાણતા. એવામાં ચાલો જાણીએ કે, ITR નો અર્થ શું છે અને તેને લગતી કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી...
Tax Master : ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR) એટલે સરકારને તમારી વાર્ષિક આવકનો એક ભાગ આપવો. સરળ રીતે કહીએ તો, સેલેરી, બિઝનેસ, રેન્ટ અથવા અન્ય આવક ધરાવતા દરેક વ્યક્તિ માટે આ ફરજિયાત છે. ખેડૂતો અને એકઝેમ્પશન લિમિટથી ઓછી આવક ધરાવનારને છૂટ તો મળે છે પરંતુ રિફંડ ક્લેમ માટે ITR ભરવું ખૂબ જ જરૂરી છે.
ટેક્સ લિમિટ કેટલી છે?
જૂના નિયમ મુજબ ટેક્સ લિમિટ ₹2.5 લાખ અને નવા નિયમ મુજબ ટેક્સ લિમિટ ₹3 લાખ છે. ITR ફાઇલ કરતી વખતે જો કોઈ ભૂલ થાય, તો ડેડલાઇન સુધી રીવાઇઝ રિટર્ન ભરી શકાય છે. ‘ITR’માં ITR-1 (સેલેરી, રેન્ટલ, ઇન્ટરેસ્ટ), ITR-2 (સેલેરી, કેપિટલ ગેઈન, પ્રોપર્ટી ઇન્કમ, ઇન્ટરેસ્ટ) અને ITR-3 (બિઝનેસ/પ્રોફેશનલ ઇન્કમ) માટે હોય છે. ITR અપલોડ પછી રિફંડ સામાન્ય રીતે 7 થી 45 દિવસમાં મળી જાય છે પરંતુ વેરિફિકેશનને કારણે વાર લાગી શકે છે.

