Maharashtra: મહારાષ્ટ્રમાં મુશળધાર વરસાદ, હવામાન વિભાગે 4 જીલ્લા માટે આપ્યું 'ઓરેન્જ' એલર્ટ, જુઓ Video

Maharashtra: મહારાષ્ટ્રમાં મુશળધાર વરસાદ, હવામાન વિભાગે 4 જીલ્લા માટે આપ્યું ‘ઓરેન્જ’ એલર્ટ, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 20, 2023 | 2:05 PM

ભારે વરસાદને કારણે શહેરના નિચાણવાળા ભાગોમાં પાણી ભરાઇ ગયા છે. મુંબઇમાં સવાર સુધી છેલ્લા 24 કલાકમાં શહેરમાં 100 મીમી જેટલો વરસાદ નોંધાયો. IMDએ 20 જુલાઈએ ઠાણે, પાલઘર, રાયગઢ અને રત્નાગિરી જિલ્લાઓ માટે 'ઓરેન્જ' એલર્ટ અને મુંબઈ માટે 'યલો' એલર્ટ જાહેર કર્યું છે.

મહારાષ્ટ્રને (Maharashtra) મેઘરાજાએ બરાબરનું ઘમરોળ્યું છે. મુંબઇ (Mumbai) શહેર અને તેની આસપાસના જિલ્લામાં આજે પણ વરસાદનું જોર અકબંધ રહ્યું છે. ભારે વરસાદને (Heavy Rain) કારણે શહેરના નિચાણવાળા ભાગોમાં પાણી ભરાઇ ગયા છે. મુંબઇમાં સવાર સુધી છેલ્લા 24 કલાકમાં શહેરમાં 100 મીમી જેટલો વરસાદ નોંધાયો. IMDએ 20 જુલાઈએ ઠાણે, પાલઘર, રાયગઢ અને રત્નાગિરી જિલ્લાઓ માટે ‘ઓરેન્જ’ એલર્ટ અને મુંબઈ માટે ‘યલો’ એલર્ટ જાહેર કર્યું છે.

અનેક ટ્રેનો રદ કરવામાં આવી

મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદને કારણે શાળા-કોલેજો બંધ કરી દેવામાં આવી છે. ભારે વરસાદને કારણે લાંબા અંતરની ટ્રેનો પર પણ વિપરીત અસર પડી છે. અનેક ટ્રેનો રદ કરવામાં આવી છે અથવા તો ટૂંકા અંતરે ટર્મિનેટ કરવામાં આવી છે કે અન્ય રૂટ પર ડાઇવર્ટ કરવામાં આવી છે.

ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા

વરસાદને કારણે વૃક્ષોની ડાળીઓ પડી જવાની 26 ઘટનાઓ નોંધવામાં આવી, સાથે જ શહેરમાં ઈમારતોની દિવાલ ધરાશાયી થવાની 4 ઘટનાઓ અને શોક સર્કિટની 13 ઘટનાઓ નોંધાઈ છે. મહારાષ્ટ્રના થાણે અને પાલઘર જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.

આ પણ વાંચો : Breaking News : રાયગઢમાં ભારે વરસાદ બાદ ભૂસ્ખલન, 4ના મોત, 100 લોકો ફસાયા, જુઓ Video

મહારાષ્ટ્રમાં અનેક જિલ્લામાં 4 થી 6 ઇંચ વરસાદ પડ્યો છે. જેના પગલે થાણેના નીચાણવાળા વિસ્તારોમાંથી 250થી વધુ પરિવારોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા. થાણેના ઉલ્હાસ, અંબા, સાવિત્રી અને પાતાલગંગા સહિત અનેક નદીઓ વહેતી થઈ હતી. થાણેમાં, ઉલ્હાસ, કાલુ અને મુરબારી નદીઓ પરના કેટલાક પુલ ડૂબી ગયા છે. કલ્યાણ તાલુકાના મોર્યા નગરના લગભગ 60 પરિવારો અને થાણેના અંબરનાથ વિસ્તારમાં એક વરિષ્ઠ નાગરિકને પણ સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા.

મહારાષ્ટ્રના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jul 20, 2023 02:05 PM
g clip-path="url(#clip0_868_265)">