જમ્મુ-કાશ્મીરના કટરામાં વરસાદે તોડ્યો 43 વર્ષનો રેકોર્ડ, માતા વૈષ્ણોદેવીની નવા રૂટ પરની યાત્રા સ્થગિત, જુઓ Video
અનરાધાર વરસાદને કારણે કટરામાં જાણે કે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. કટરામાં વરસાદે છેલ્લા 43 વર્ષોનો રેકોર્ડ તોડ્યો છે. કટરામાં 24 કલાકમાં જ 13 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે, જે વર્ષ 1980 બાદનો સૌથી વધુ વરસાદ છે.
દેશ-વિદેશના લાખો માઇભક્તોની આસ્થાના કેન્દ્ર સમા કટરામાં રેકોર્ડબ્રેક વરસાદને (Heavy Rain) કારણે માતા વૈષ્ણોદેવીની નવા રૂટની યાત્રા સ્થગિત કરવામાં આવી છે. જો કે જૂના રૂટ પર રાબેતા મુજબ યાત્રા ચાલુ રહેશે. અનરાધાર વરસાદને કારણે કટરામાં જાણે કે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. કટરામાં વરસાદે છેલ્લા 43 વર્ષોનો રેકોર્ડ તોડ્યો છે. કટરામાં 24 કલાકમાં જ 13 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે, જે વર્ષ 1980 બાદનો સૌથી વધુ વરસાદ છે.
આ પણ વાંચો : Jammu Kashmir Encounter: પુંછ સેક્ટરમાં માર્યા ગયેલા ચાર આતંકવાદીઓની ઓળખ, સામે આવ્યું Pakistan કનેક્શન
શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઇન બોર્ડના સીઇઓ અંશુલ ગર્ગે જણાવ્યું કે ભારે વરસાદને કારણે કટરામાં ઠેર-ઠેર ભૂસ્ખલનનો ખતરો ઉભો થયો છે, જેને ધ્યાને રાખીને માતા વૈષ્ણો દેવી મંદિરનો નવો રૂટ શ્રદ્ધાળુઓ માટે બંધ કરવામાં આવ્યો છે. બીજી તરફ ખરાબ હવામાનને કારણે મંદિર માટે હેલિકોપ્ટર સેવા પણ બંધ કરાઇ છે. શ્રદ્ધાળુઓ ત્રિકુટા પહાડી પર સ્થિત મંદિર સુધી જૂના માર્ગ દ્વારા જ પહોંચી શકશે.