દેશમાં છપાઈ હતી ‘0’ રૂપિયાની નોટ, જાણો ક્યારે અને કેમ છાપવામાં આવી હતી
તમે 1 રૂપિયાથી લઈને 2 હજાર રૂપિયા સુધીની નોટો જોઈ હશે. પરંતુ અમે તમને એક એવી નોટ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેના વિશે જાણીને તમે ચોંકી જશો. શું તમે જાણો છો કે દેશમાં ઝીરો રૂપિયાની નોટ પણ છાપવામાં આવતી હતી ? ત્યારે અમે તમને આ લેખમાં ઝીરો રૂપિયાની નોટ વિશે જણાવીશું.
તમે 1 રૂપિયાથી લઈને 2 હજાર રૂપિયા સુધીની નોટો જોઈ હશે. પરંતુ અમે તમને એક એવી નોટ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેના વિશે જાણીને તમે ચોંકી જશો. શું તમે જાણો છો કે દેશમાં ઝીરો રૂપિયાની નોટ પણ છાપવામાં આવતી હતી ? આ નોટ બિલકુલ અન્ય નોટોની જેવી જ દેખાતી હતી. હવે તમારા મનમાં સવાલ થતો હશે કે ઝીરો રૂપિયાની નોટો કેમ છાપવામાં આવી હતી ? તો તમને જણાવી દઈએ કે ભ્રષ્ટાચાર વિરુદ્ધના અભિયાનના ભાગરૂપે આ નોટ છાપવામાં આવી હતી. આ ઝીરો રૂપિયાની નોટ છાપવાનો વિચાર દક્ષિણ ભારતના એક NGOને આવ્યો હતો. આ નોટને વર્ષ 2007માં ભ્રષ્ટાચાર સામે હથિયાર તરીકે રજૂ કરવામાં આવી હતી. તમિલનાડુમાં કામ કરતી આ NGOએ લગભગ 5 લાખ ઝીરો રૂપિયાની નોટો છાપી હતી. આ નોટો ચાર ભાષાઓ હિન્દી, તેલુગુ, કન્નડ અને મલયાલમમાં છાપવામાં આવી હતી અને લોકોમાં વહેંચવામાં આવી હતી. આ પણ વાંચો ઈંગ્લેન્ડમાં રાજાશાહી ક્યારથી અને કેવી રીતે શરૂ થઈ ?
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા

