શિસ્તને જીવનમંત્ર બનાવ્યો, કરી રહ્યા છે શાનદાર નેતૃત્વ, જુઓ દેશના વડાપ્રધાનની જીવનની કહાની
Happy Birthday Naredra Modi: નરેન્દ્ર મોદી માત્ર ભારતના વડાપ્રધાન જ નહીં પરંતુ વિશ્વના રાજકારણમાં એક પ્રભાવશાળી નેતા તરીકે જાણીતા છે. તેમની ઓળખ ફક્ત રાજકીય નેતા તરીકે નથી, પરંતુ એક એવા કાર્યકર્તા તરીકે છે જેઓએ શિસ્તને જીવનમંત્ર બનાવ્યો છે અને અવિરત મહેનતને પોતાની ઓળખ બનાવી છે.
મોદીજીનો દિવસ મોટા ભાગે સવારે બ્રહ્મ મુહૂર્તે શરૂ થાય છે. દિવસની શરૂઆત તેઓ યોગ, પ્રાણાયામ અને વાંચનથી કરે છે. આ ક્રિયાઓ તેમને શારીરિક અને માનસિક રીતે તંદુરસ્ત રાખે છે. દિવસની શરૂઆતમાં જ તેઓ દેશ-વિદેશના સમાચાર, મહત્વના મુદ્દા અને રિપોર્ટ્સ પર નજર નાખે છે. આ કારણે કોઈ પણ બેઠકમાં તેઓ સંપૂર્ણ તૈયારી સાથે હાજર રહે છે.
મોડી રાત સુધી મીટિંગ્સ કરે છે
તેમની કાર્યશૈલીમાં સૌથી મોટો ગુણ છે સમયની પાબંદી. બેઠક, પ્રવાસ કે આંતરરાષ્ટ્રીય કાર્યક્રમ..દરેક જગ્યાએ તેઓ સમયસર પહોંચે છે. વડાપ્રધાન તરીકે તેમનો સમયનો કાંટો ક્યારેય બંધ થતો નથી. જો કે ઘણી વાર તેઓ મોડી રાત સુધી મીટિંગ્સ કરે છે, છતાં બીજા દિવસે વહેલી સવારથી જ નવી ઉર્જા સાથે દિવસ શરૂ કરે છે.
મોદીજીની સફળતાનુ રહસ્ય છે. 100 ટકા પ્રતિબદ્ધતા. કોઈ પણ કાર્ય તેઓ અડધું કરતા નથી. દરેક પ્રોજેક્ટમાં તેઓ વ્યક્તિગત રસ લે છે અને નાના-મોટા તમામ મુદ્દાઓનો ઊંડો અભ્યાસ કરે છે. દેશના વિકાસ પ્રત્યેની તેમની નિષ્ઠા જ તેમને આજે વિશ્વના શક્તિશાળી નેતાઓની યાદીમાં પ્રથમ શ્રેણીમાં લાવે છે.
મોદીની મહેનત અને દ્રઢ સંકલ્પનો મોટો ફાળો
તેમની કાર્યશૈલી સાબિત કરે છે કે જ્યારે નેતૃત્વમાં શિસ્ત અને અવિરત મહેનત જોડાય, ત્યારે કોઈ પણ દેશ વિશ્વના શિખરો સર કરી શકે છે. આજે ભારતની આંતરરાષ્ટ્રીય છબીમાં જે સુધારો આવ્યો છે, તેમાં મોદીની મહેનત અને દ્રઢ સંકલ્પનો મોટો ફાળો છે.
મોદીજીનું જીવન દરેક માટે એક પ્રેરણા છે. તેમણે બતાવ્યું છે કે શિસ્તબદ્ધ જીવન અને અવિરત કાર્ય દ્વારા વ્યક્તિ પોતાના સપના સાકાર કરી શકે છે અને દેશને નવી દિશા આપી શકે છે.
નરેન્દ્ર દામોદરદાસ મોદી (જન્મ: 17 સપ્ટેમ્બર 1950) ભારતના 14મા વડાપ્રધાન છે. તેઓ ગુજરાત રાજ્યના મુખ્ય પ્રધાન પણ રહી ચૂક્યા છે. ગુજરાતના મુખ્ય પ્રધાન બન્યા તે પહેલા તેઓ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી તરીકે પણ રહી ચૂક્યા છે.