ગુજરાત સ્ટાફ નર્સ ભરતી… વિવાદના ઘેરામાં, ડિસક્વોલિફાઈડ ઉમેદવારને નિમણૂક પત્ર મળ્યાનો આક્ષેપ, જુઓ Video
ગુજરાત સ્ટાફ નર્સ વર્ગ 3 ભરતી પ્રક્રિયા ફરી વિવાદમાં છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે આરોપ લગાવ્યો છે કે, ડિસક્વોલિફાઈડ લિસ્ટમાં નામ હોવા છતાં એક યુવતીને નિમણૂક પત્ર આપવામાં આવ્યો છે.
ગુજરાતમાં સ્ટાફ નર્સ વર્ગ ત્રણની ભરતી પ્રક્રિયા ફરી એકવાર વિવાદના ઘેરામાં આવી છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે આ ભરતીમાં ગંભીર ગેરરીતિઓના આક્ષેપો કર્યા છે. તેમના મતે, આરોગ્ય વિભાગે ડિસક્વોલિફાઈડ લિસ્ટમાં નામ ધરાવતી એક યુવતી, શિવાનીબેન ભરતભાઈ ડાકીને નિમણૂક પત્ર આપી દીધો છે. આ ઘટના પરથી ગંભીર પ્રશ્ન ઊભો થયો છે કે પરીક્ષામાં નાપાસ થયેલી વ્યક્તિ પાસે આરોગ્ય વિભાગના સહી-સિક્કાવાળો નિમણૂક પત્ર કેવી રીતે પહોંચ્યો.
યુવરાજસિંહે એવો પણ આરોપ લગાવ્યો છે કે આ ભરતી પરીક્ષામાં જવાબોની એક ખાસ એબીસીડી પેટર્નનો ઉપયોગ થયો હોવાના ખુલાસા થયા છે, જે ભરતી પ્રક્રિયામાં ગડબડી સૂચવે છે. તેમણે આરોગ્ય વિભાગ અને પોલીસને આ સમગ્ર મામલે ઉચ્ચ સ્તરીય તપાસ કરવાની માંગ કરી છે.
મહત્વનું છે કે રાજ્યની સરકારી હોસ્પિટલો અને સામૂહિક આરોગ્ય કેન્દ્રો માટે કુલ 1903 જગ્યાઓ માટે આ ભરતી જાહેર કરવામાં આવી હતી. આ ભરતી માટે 5 ઓક્ટોબર 2024 થી 3 નવેમ્બર 2024 સુધી ફોર્મ ભરવામાં આવ્યા હતા અને 9 ફેબ્રુઆરી 2025 ના રોજ લેખિત પરીક્ષા યોજાઈ હતી, જેમાં અંદાજે 53,500 થી વધુ ઉમેદવારોએ ભાગ લીધો હતો.
AMC એ ગાયના ગોબરમાંથી કરી આવી કમાલ, જુઓ Video
