Banaskantha: અંબાજીના ત્રીશૂળીયા ઘાટ પાસે એક વ્યક્તિને આવ્યો હાર્ટ એટેક, ટ્રાફિક પોલીસે CPR આપી બચાવ્યો જીવ

|

Sep 28, 2023 | 1:29 PM

અંબાજીમાં એક વ્યક્તિને હાર્ટ એટેક આવતા પોલીસે CPR આપી જીવન બચાવ્યુ હોવાની ઘટના સામે આવી છે.ત્રીશૂળીયા ઘાટ પાસે રવિન્દ્રસિંહ વાઘેલા નામના વ્યક્તિને લોહીની ઉલટી થયા બાદ અચાનક હાર્ટ અટેક આવ્યો હતો. જયાં સ્થળ પર હાજર જિલ્લા ટ્રાફિકના PI કે પી ગઢવી અને ASI સહિતના લોકો દોડી આવ્યા હતા.

Ambaji : અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો જામ્યો છે. ત્યાં લાખોની સંખ્યામાં ભક્તો પગપાળા અંબાજી દર્શન કરવા પહોંચે છે. પગપાળા દર્શન કરવા આવતા ભક્તોને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યાં અંબાજીમાં એક વ્યક્તિને હાર્ટ એટેક આવતા પોલીસે CPR આપી જીવન બચાવ્યુ હોવાની ઘટના સામે આવી છે.

આ પણ વાંચો :Banaskantha : અંબાજી મેળામાં હાથ ધરાયો નવતર પ્રયોગ, ડિજીટલ પેમેન્ટથી વેન્ડિંગ મશીનમાંથી મળશે મોહનથાળનો પ્રસાદ

ત્રીશૂળીયા ઘાટ પાસે રવિન્દ્રસિંહ વાઘેલા નામના વ્યક્તિને લોહીની ઉલટી થયા બાદ અચાનક હાર્ટ અટેક આવ્યો હતો. જયાં સ્થળ પર હાજર જિલ્લા ટ્રાફિકના PI કે પી ગઢવી અને ASI સહિતના લોકો દોડી આવ્યા હતા. તાત્કાલિક CPR આપતા વ્યક્તિ અચાનક ભાનમાં આવ્યો હતો. જે બાદ તેને 108 એમ્બ્યુલન્સમાં બેસાડી અંબાજી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ભોગ બનનાર વ્યક્તિ સુરેન્દ્રનગરનો રહેવાસી હોવાનું સામે આવ્યુ છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video