હિંમતનગરમાં ગ્રાહકના સ્વાંગમાં ગઠિયો જ્વેલર્સમાંથી 6 સોનાની ચેન સેરવી ગયો, જુઓ CCTV

|

Jun 26, 2024 | 7:35 PM

હિંમતનગર શહેરમાં આવેલા સહકારી જીન રોડ પર એક જ્વેલર્સની દુકાનમાંથી ગઠીયો સોનાની છ નંગ ચેઈન ચોરી કરીને ફરાર થઈ ગયો હતો. ગઠીયો ગ્રાહકના સ્વાંગમાં જ્વેલર્સમાં પહોંચ્યો હતો. શહેરના એ ડિવઝન પોલીસ સ્ટેશનમાં આ અંગે એક યુવક વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે અને તપાસ શરુ કરવામાં આવી છે.

હિંમતનગર શહેરમાં આવેલા સહકારી જીન રોડ પર એક જ્વેલર્સની દુકાનમાંથી ગઠીયો સોનાની છ નંગ ચેઈન ચોરી કરીને ફરાર થઈ ગયો હતો. ગઠીયો ગ્રાહકના સ્વાંગમાં જ્વેલર્સમાં પહોંચ્યો હતો. જ્યાં તેણે અલગ અલગ ચેઈન જોવા બહાને ટેબલ પર રાખેલ પ્લાસ્ટિકના ડબ્બામાંથી સોનાની 6 નંગ ચેઈન સેરવી લઈને પોતાના કપડામાં સંતાડી દીધી હતી.

છ તોલાની એટલે સાંઈઠ ગ્રામ વજન સોનાની ચેઈનની ચોરી કરીને ગઠીયો ફરાર થઈ ગયો હતો. શહેરના એ ડિવઝન પોલીસ સ્ટેશનમાં આ અંગે એક યુવક વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે અને તપાસ શરુ કરવામાં આવી છે.

આ પણ વાંચો: કુવૈતથી પરત ફરેલા અલ્પેશ પટેલે સંભળાવી આપવીતી, દવા-સાબુ માંગે તો પણ બેરહેમ માર પડતો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video