Mahisagar Video: લુણાવાડાના ઇન્ડસ્ટ્રિયલ પાર્કમાં યુવાનની હત્યા, પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
લુણાવાડાના ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં મજૂર અને એક યુવાન સાથે મારામારી થઈ હતી. જેમાં સંજય ખાંટ નામમા યુવાનનું મોત થયું છે. પોલીસે યુવાનની હત્યાના કેસમાં ત્રણ ઈસમો વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. કોન્ટ્રાક્ટર અને મજૂરો સાથે થયેલી મારામારીમા યુવાનની હત્યાને લઈને પોલીસે ગુનો નોંધી આરોપીઓને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.
Mahisagar : લુણાવાડાના વિરણિયા ચોકડી પર આવેલા ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે. મારામારીના કિસ્સામાં યુવાનનું મોત થયાની પ્રાથમિક માહિતી મળી છે. ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં મજૂર અને એક યુવાન સાથે મારામારી થઈ હતી. જેમાં સંજય ખાંટ નામમા યુવાનનું મોત થયું છે. પોલીસે મૃતદેહને પીએમ અર્થે લુણાવાડા સરકારી દવાખાને ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસે યુવાનની હત્યાના કેસમાં ત્રણ ઈસમો વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. કોન્ટ્રાક્ટર અને મજૂરો સાથે થયેલી મારામારીમા યુવાનની હત્યાને લઈને પોલીસે ગુનો નોંધી આરોપીઓને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે. તો લુણાવાડા ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ પણ ઘટનાની જાણ થતાં સરકારી હોસ્પિટલ પહોંચ્યા છે.
આ પણ વાંચો Mahisagar : ખેડૂતોની જમીન પર સરકારે સામુહિક આરોગ્ય કેન્દ્ર બનાવવાની મંજુરી આપતાં વિવાદ, જુઓ Video
અમદાવાદ પોલીસે નકલી કોસ્મેટિક્સનો ₹6.90 લાખનો જથ્થો જપ્ત કર્યો
આજનું રાશિફળ: 12 રાશિઓ માટે ધનલાભ અને કરિયરમાં સફળતાના યોગ
રાજકોટ: OBC પ્રમાણપત્ર મુદ્દે મજોકઠા આહિર સમાજનો ઉગ્ર વિરોધ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રશાંત ભૂષણના નિવેદનની કરી ટીકા
