સુરતના વેસુમાં જીવના જોખમે રિલ્સ બનાવતા યુવાનો, જુઓ Video

| Edited By: | Updated on: Jul 04, 2023 | 8:43 AM

સુરતના વેસુ વિસ્તારમાં બે યુવકો શોપિંગ કોમ્પલેક્સની ઉંચાઈ પર ચડીને સેલ્ફી લેતા અને રિલ્સ બનાવતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.

Surat: સોશિયલ મીડિયામાં (Social Media) રાતો રાત છવાઈ જવા માટે આજકાલ યુવાનો પોતાના જીવને જોખમમાં મૂકતા હોય છે. સુરતના વેસુ વિસ્તારમાં બે યુવકો શોપિંગ કોમ્પલેક્સની ઉંચાઈ પર ચડીને સેલ્ફી લેતા અને રિલ્સ બનાવતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.

રિલ્સ અને શોર્ટ વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં રાતોરાત પોપ્યુલર થઇ જવા અને લાઈક્સ મેળવવાના ચક્કરમાં યુવાનો ઘણી વખત જીવનું જોખમ પણ લઇ લેતા હોય છે. ભૂતકાળમાં રિલ્સના ચક્કરમાં યુવાનોએ જીવ ગુમાવ્યો હોવાના બનાવો પણ બન્યા છે. ત્યારે સુરતના સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઈરલ થયો છે.

આ પણ વાંચો Surat : ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેનના જનરલ કોચમાંથી ઝડપાયો 40 કિલોથી વધારે ગાંજાનો જથ્થો

સુરતના વેસુ વિસ્તારમાં આવેલા ધ ગ્રાન્ડ પ્લાઝા નામની બિલ્ડીંગની ટેરેસ પર બે યુવાનો રિલ્સ બનાવતા અથવા ફોટોગ્રાફી કરતા હોવાનો વીડિયો વાઈરલ થયો છે. આ ઊંચી બિલ્ડીંગ પર બે યુવાનો રિલ્સ બનાવતા હોય કે ફોટોગ્રાફી કરતા હોય તેમ વીડિયોમાં દેખાઈ રહ્યું છે. આ રિલ્સ બનાવવું ખુબ જ જોખમી પુરવાર થઇ શકે છે.

આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાઈરલ થઇ રહ્યો છે. સોશિયલ મીડિયામાં રિલ્સ બનાવતા લોકો માટે આ પ્રકારનો વીડિયો એક લાલબત્તી સમાન છે. આવી રીતે જીવનું જોખમ લઈને રિલ્સ કે ફોટોગ્રાફી કરવી યોગ્ય નથી, થોડીક પણ બેદરકારી યુવાનોના જીવ પણ લઇ શકે છે. ત્યારે આ બંને યુવાનો કોણ હતા. તેની ઓળખ હાલ થઇ નથી. પરંતુ જે વીડિયો વાઈરલ થયો છે અને વીડિયોમાં જે પ્રકારે યુવાનો બિલ્ડીંગની ટેરેસ પર દેખાઈ રહ્યા છે. તે ખૂબ જ જોખમી હોવાનું પુરવાર થાય છે.

સુરત સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો